Billboard ad 1150*250

મોરબી-વાંકાનેર હાઈવે પર કાર અને ટ્રકની ટક્કર, ટ્રાફિકજામ સર્જાયો

0 38
Above Post Content

        મોરબી પંથકમાં અકસ્માતોની વણઝાર ચાલુ છે જેમાં સવારે મોરબી રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયા બાદ સાંજના સુમારે કુબેર ટોકીઝ નજીક ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઇ હતી તો અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો અને ટ્રાફિકજામ સર્જાયો હતો

Middle Post Content

        મોરબી વાંકાનેર હાઈવે પર આજે સાંજના સુમારે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક નં જીજે ૧૧ એક્સ ૯૦૨૮ અને કાર નં જીજે ૧૧ એબી ૭૯૩૨ વચ્ચે ટક્કર થવા પામી હતી જે અકસ્માતમાં સદનસીબે કારના ચાલકનો બચાવ થયો હતો જોકે અકસ્માત બાદ ટ્રકનો ચાલક ટ્રક મૂકી નાસી ગયો હતો તેમજ લોકોના ટોળા વળ્યા હતા જેને પગલે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસને જાણ કરવામાં આવતા ટ્રાફિકજામ ક્લીયર કરવા પોલીસ મથામણ કરી રહી છે જોકે હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી હતી

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat