Billboard ad 1150*250

મોરબીના લાયન્સનગરમાં રવિવારે રવેચી માતાજીનો નવરંગ માંડવો

0 53
Post ad 1

        મોરબી નવલખી રોડ પરના લાયન્સનગર ખાતે ગુર્જર (વાઢાંરા) પરિવારના કુળદેવી રવેચી માતાજીના મઢ ખાતે તા. ૧૬ ને રવિવારના રોજ માતાજીના નવરંગ માંડવાનું આયોજન કરાયું છે

Post ad 3

        રવેચી માતાજીના મઢ ખાતે રવિવારે ૨૪ કલાકના ધાર્મિક કાર્યક્રમો ઉજવાશે જેમાં મોમાઈ માં, ખોડીયાર માં, શિકોતર માં, આશાપુરા માતાજી અને અંબાજી માતાજીના ગુણગાન સાથે સામૈયા કરાશે તેમજ સાંજે મહાપ્રસાદ, થાંભલી રોપવાનું મુર્હત, થાંભલી વધાવવાનું મુર્હત સાથે ધાર્મિક વિધિની ઉજવણી કરવામાં આવશે

        રવેશી માતાજીના નવરંગા માંડવાના કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ ડાક કલાકારો ધર્મેશભાઈ રાવળ તેમજ અન્ય કલાકારો ઉપસ્થિત રહેશે શ્રી રવેચી માતાજીના ભુવા અને માંડવાનું આયોજન ભાવેશભાઈ ગુર્જર અને સાથી ભૂવાઓ તેમજ પંચના વિવિધ માતાજીના ભૂવાઓ બિરાજશે કાર્યક્રમનો લાભ લેવા ભાવેશભાઈ તેમજ ગુરુ ભુવા બાબુભાઈ કુંવરીયા, બાબુભાઈ દેલવાડીયાએ નિમંત્રણ પાઠવ્યું છે  

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat