Billboard ad 1150*250

મોરબીની શાળા-કોલેજમાં જન્મદિવસની હવે આ અનોખી રીતે ઉજવણી, જુઓ વિશેષ અભિયાનના વિડીયો ન્યુઝ…

0 37
Post ad 1

લાયન્સ ક્લબ મોરબી નઝરબાગના પ્રમુખનું અભિયાન

        લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના નવનિયુક્ત પ્રમુખ દ્વારા અનોખા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં શાળા કોલેજોમાં હવે વિદ્યાર્થીઓના જન્મદિવસ નિમિતે કેક કાપીને કે ચોકલેટ વહેચી નહિ પરંતુ રોપા ભેટમાં આપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે

Post ad 2

        મોરબીની પી જી પટેલ કોલેજમાં આચાર્ય તરીકે કાર્યરત ડો. રવિન્દ્ર ભટ્ટની તાજેતરમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે વરણી કરવામાં આવી છે અને નવનિયુક્ત પ્રમુખે પોતાના પ્રથમ અભિયાનનો શુભારંભ કરાવ્યો છે જે પ્રેરણાદાયી છે જે અભિયાનના ભાગરૂપે મોરબીની પાંચ શૈક્ષણિક સંસ્થાઓ પી જી પટેલ કોલેજ, રાધે ક્રિષ્ના વિધાલય, ઓમ શાંતિ સ્કૂલ, નેશનલ એકેડમી ઓફ મોરબી અને ગાત્રાળ વિધાલયમાં વિદ્યાર્થીઓને જન્મદિવસ પ્રસંગે ભેટરૂપે રોપા આપવાનો સેવાયજ્ઞ શરુ કરવામાં આવ્યો છે અભિયાન અંગે ડો. રવીન્દ્ર ભટ્ટે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ, યુવાનો અને વાલીઓમાં પર્યાવરણ અંગે જાગૃતતા આવે તે માટે પ્રોજેક્ટ શરુ કર્યો છે જેમાં આવનાર દિવસોમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓને આવરી લેવાશે અને તમામ સંસ્થાઓને જોડીને આ અભિયાન એક ક્રાંતિ બની જાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓને જન્મદિવસના પાવન અવસરે વૃક્ષારોપણ પ્રવૃત્તિ માટે પ્રેરણા આપવા માટે અભિયાન શરુ કર્યાનું પણ જણાવ્યું હતું

        અભિયાનના પ્રારંભે પી જી પટેલ કોલેજના વિદ્યાર્થીઓના જન્મદિવસ હોય જેથી રોપા ભેટ રૂપે આપીને ડો રવીન્દ્ર ભટ્ટે અભિયાન શરુ કર્યું હતું

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat