મોરબી જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી હળવદ ખાતે યોજાશે

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી જિલ્લામાં આગામી ૧૫મી ઓગષ્ટ-૨૦૧૯ના સ્વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણી હળવદ ખાતે કરાશે. તેમ જિલ્લા કલેકટર આર.જે.માકડીયાએ ઉજવણી સંદર્ભેના આયોજન અંગેની હળવદ મામલતદાર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં જણાવ્યું હતું.

        જિલ્લા કલેકટર માકડીયાએ ઉપસ્થિત અધિકારીઓને રાષ્ટ્રીય પર્વની ગરિમાપુર્ણ અને ઉત્સાહપુર્વક ઉજવણી થાય તે માટે લોકોને પણ આ ઉત્સવમાં સામેલ કરવા તથા  સ્વચ્છતા અભિયાનનો અમલ કરવા સુચનાઓ આપી હતી.

         આ ઉજવણી કાર્યક્રમમાં વધુને વધુ લોકો જોડાય તેમજ ઉજવણી સ્થાને પૂરતી પીવાના પાણીની વ્યવસ્થા,બેઠક વ્યવસ્થા, ટ્રાફિક-સલામતી, આરોગ્યતેમજ વિજ પુરવઠો જળવાઇ રહે તે માટેના સૂચારૂ આયોજન અંગેની તમામ બાબતોનું ધ્યાન રાખવા કલેકટરએ આ બેઠકમાં સૂચનાઓ આપી હતી. બેઠક બાદ જિલ્લા કલેકટર અને સબંધિત વિભાગના અધિકારીઓએ સ્વાતંત્ર્યપર્વની ઉજવણી સ્થળ સોમનાથ કિક્રેટ ગ્રાઉન્ડ, ધ્રાગંધા-માળીયા હાઇવે પર સ્થળ નિરક્ષણ કર્યું હતુ.

         આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકાર એસ.એમ.ખટાણા, નિવાસી અધિક કલેકટર કેતન જોષી, હળવદ પ્રાંત અધિકારી એચ.જી.પટેલ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક બન્નો જોષી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

Comments
Loading...
WhatsApp chat