ચીટીંગ કેસ : આરોપીઓએ બાબરામાં ગ્રાહકને ૧.૯૫ લાખમાં છેતર્યાનો ઘટસ્ફોટ

0 32
Above Post Content

મોરબી પંથકમાં ચકચાર મચાવનાર લાખોના ચીટીંગ કેસમાં બંને આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા આજે સાંજ સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા જે પૂર્ણ થયા છે ત્યારે આરોપીને જેલહવાલે કરવાને બદલે તેને બાબરામાં પણ ચીટીંગ કરી હોય જેથી બાબરા પોલીસે આરોપીનો કબજો મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે

Middle Post Content

મોરબીમાં વિશ્વાસઘાત કરીને જૂની નવી કાર લે વેચના નામે ૨૭.૩૦ લાખની ચીટીંગ કરનાર આરોપી પ્રદીપ શાંતિલાલ ભટ્ટ અને જય મુકેશ સેજપાલ એ બંને આરોપી સામે ગુન્હો નોંધાયા બાદ એસઓજી ટીમે આરોપીઓને દબોચી લીધા હતા અને સઘન પૂછપરછ દરમિયાન આરોપી પાસેથી વેગનઆર કાર નંબર જીજે ૦૧ કેજે ૭૫૬૪ કીમત ૨ લાખ અને XUV કાર નંબર જીજે ૦૩ ઈએલ ૪૯૧૪ કીમત રૂ ૫ લાખ એમ બે કાર સહિત ૭ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને બંને આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા મંગળવાર સાંજ સુધીના રિમાન્ડ મંજુર થયા હતા

જે રિમાન્ડ દરમિયાન આરોપીઓએ બાબરા ટાઉનમાં રહેતા કમલેશગીરી હિમતગીરી ગોસાઈ સાથે રૂ ૧,૯૫,૦૦૦ ની છેતરપીંડી આચરી હોવાની કબુલાત આપી હતી તો આજે આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા અમરેલી જીલ્લાની બાબરા ટાઉન પોલીસે બંને આરોપીનો કબજો મેળવ્યો છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat