Billboard ad 1150*250

હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં જન્માષ્ટમી પૂર્વે મટુકી, વાસળી અને મુગટ બનાવવાની સ્પર્ધા

0 53
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે સૌ કોઈ જન્માષ્ટમી ની તૈયારી કરી રહ્યા છે. ત્યારે હળવદ તક્ષશિલા વિદ્યાલયમાં જન્માષ્ટમી પૂર્વે મટુકીવાંસળી અને મુગટ બનાવવાની સ્પર્ધા યોજાઇ હતી.

Post ad 3

રાધાકૃષ્ણના પ્રેમના પ્રતિક સમા આ મટુકીમોરલી અને મુગટ બનાવવાની સ્પર્ધા હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં યોજાઇ હતી જેમાં માધવની મોરલી બનાવવાની સ્પર્ધામાં ભાગ લેવા પટેલ સંજયચડાસણા ભાવિન. પટેલ શ્રેયએ  પ્રથમ નંબર મેળવ્યો હતો.તો મુગટ બનાવવામાં ગઢવી વીરભાપરમાર ચંદ્રેશપટેલ ખંજનબાપોદરા વેદરાઠોડ વિનીતએ પ્રથમ નંબર મેળવ્યો હતો.

 શાળાની પ્રાથમિક વિભાગની વિદ્યાર્થી બહેનો પણ સતારાઆભલાલેસનાડાછડી  રંગોથી સજાવી ને રાધા ગોપીની મટુકી સજાવીને લાવી હતી. જેમાં મટુકી બનાવવાની સ્પર્ધામાં બાપોદરિયા ઝાહીહડીયલ ત્વિશા, પુરાણી સ્વાતિસિનોજીયા ક્રિષ્નાપટેલ સુભિક્ષારાઠોડ પ્રાર્થનાએરવાળિયા મોહિનીઅને  પટેલ ધ્રુવીએ પ્રથમ નંબર મેળવ્યો હતો.

જન્માષ્ટમી પૂર્વે વેદ ઉપનિષદ અને ગીતાના શ્લોકો કંઠસ્થ કરવાની સ્પર્ધા પણ યોજાઈ હતી. જેમાં સોલંકી કુશ અને  પટેલ હેતવીએ  પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે અધારા હેત અને  પટેલ હર્ષવીએ  બીજો નંબર મેળવ્યો હતો. ધોરણ સાતમાં અભ્યાસ કરતી પટેલ હેતવી શ્રીમદ્ ભગવત ગીતાના 241 જેટલા શ્લોકો કંટેશ્વર  કરેલા છે. જે અસ્ખલિત રૂપે શુદ્ધ ઉચ્ચાર સાથે રજુ કરતા તાળીઓના ગડગડાટથી પટેલ હેતવીનું અભિવાદન કર્યું હતું. ઉપરોક્ત સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓ જન્માષ્ટમી ઉત્સવ માં કૃષ્ણ,  બલરામ અને વિદ્યાર્થીનીઓ કૃષ્ણ,  રાધા અને ગોપીઓના પાત્રો ભજવશે તેમ  શાળાના મેનેજિંગ ડિરેક્ટર મહેશ ભાઈ પટેલે  જણાવ્યું હતું. સાથે જ તમામ વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Comments
Loading...
Share This
WhatsApp chat