Billboard ad 1150*250

ખાણખનીજ અધિકારને ચાર શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોધાયા

0 634

ટંકારા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મોરબી કલેકટર કચેરીમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજવતા ભરતભાઈ ભુલાભાઈ પટેલએ ટંકારા પોલીસ મથક ખાતે ફરિયાદ નોધાવી છે કે પ્રવીણ ગોવિંદ રાજ્પુત (૨૬) ધંધો ડ્રાઇવિંગ રહે.રાજકોટ, વિક્રમ બોરીચા રહે.રાજકોટ, ભરત રઘુ ગમારા અને તેની સાથેના એક અજાણ્યા ઈસમ એમ ચાર લોકોએ ગઈકાલે ફરીયાદી અધિકારી લજાઈ ચોકડી આવકાર હોટલ પાસે વોચમાં હતા તે દરમિયાનમાં ત્યાંથી નીકળે ડમ્પર નંબર જીજે ૧૩ એડબલ્યુ ૯૧૦૯ કે જે રોયલ્ટી-પાસ પરમીટ વગર ખનીજ પરિવહન કરતુ હોય તેને અટકાવીને મેમો આપવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે પાછળથી સ્કોડા કાર નંબર જીજે ૩ એફકે ૯૦૫૫ માં ઉપરોક્ત ચાર ઈસમો આવ્યા હતા અને તેઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરીને ગાળાગાળી કરી ફરિયાદીને જાનથી મારી નાંખવાની તેમને ધમકી આપી હતી અને પોલીસને આવતી જોઈને ઉપરોક્ત ત્રણ ઇસમો નાસી છૂટયા હતા જે અંગે હાલ ટંકારા પોલીસ મથકે ફરજમાં રૂકાવટ અને ધાકધમકીની કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની તપાસ હેડ કોન્સ્ટેબલ નગીનદાસ નિમાવત ચલાવી રહ્યા છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat