Billboard ad 1150*250

વાંકાનેરના આંબેડકનગર અને રાતીદેવળી ગામે મારામારીની ફરિયાદ

0 326
Post ad 1

વાંકાનેરના આંબેડકરનગરમાં મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી

        વાંકાનેરના આંબેડકરનગરના રહેવાસી કાંતાબેન વશરામભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તે શેરીમાં ઉભા હોય ત્યારે આરોપી વિજય વાઘજી સુમેસરા રહે આંબેડકરનગર વાંકાનેર વાળો શેરીમાં આવી લાકડી અને ઈંટ તેમજ લાદીના છુટા ઘા કરી ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

Post ad 3

વાંકાનેરના રાતીદેવળી ગામે ચાર શખ્શોએ યુવાનને માર માર્યો

        વાંકાનેરના વાકિયા ગામના રહેવાસી સોએબ રસુલ બાવરા નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના બેન જમીલાબેનનો ફોન આવ્યો હતો અને કહ્યું કે મારા સાસુ વાંકિયા ગામે આવવાની ના પડે છે અને માથાકૂટ કરે છે જેથી ફરિયાદી સોએબ સમજાવવા જતા આરોપી આદીલ હુશેન ભોરણીયા, સાકીર હુશેન ભોરણીયા, ગુલાબ ભોરણીયા અને સાહબુદીન ભોરણીયા રહે ચારેય રાતીદેવળી તા. વાંકાનેર વાળાએ ધોકા વડે માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે  

Comments
Loading...
Share This
WhatsApp chat