Billboard ad 1150*250

નર્મદા બ્રાંચ કેનાલમાંથી રવિપાક માટેના ખેડૂત આંદોલનને કોંગ્રેસે ટેકો જાહેર કર્યો

ભાજપ પર ખેડૂત મુદે રાજકારણના પ્રહારો

0 113
Above Post Content

માળિયાના બાર ગામના ખેડૂતો રવિપાક માટે નર્મદાનું પૂરું પાણી મળે તે માટે આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને માળિયા તાલુકા કોંગ્રેસના નવા નિમણુક પામેલા પ્રમુખ આર કે પારજીયાએ ખેડૂત આંદોલનને ટેકો જાહેર કર્યો છે

Middle Post Content

માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આર કે પારજીયાએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે માળિયાના ખેડૂતો બિનરાજકીય રીતે આંદોલન ચલાવી રહ્યા છે એટલે રાજકીય બાબતની દખલગીરીની સૌ સમજીને સંયમપૂર્વક ખેડૂત આંદોલનને સફળ બનાવવા ઇચ્છતા હતા કારણકે આ પ્રશ્ન ખેડૂતોની આજીવિકાનો છે જેમાં કોઈપણ પ્રકારનું રાજકારણ ના આવે તેવું કોંગ્રેસના આગેવાનો ઈચ્છી રહ્યા છીએ સાથે ભાજપના આગેવાનોને આંદોલનથી અંતર જાળવવું જોઈએ અને રાજકીય રંગ ના આપવો જોઈએ તેમ જણાવીને રાજકીય રોટલો શેકવા પૂર્વ ધારાસભ્ય માત્ર દેખાડો કરવા મથી રહ્યા હોવાના પ્રહારો કર્યા છે કોંગ્રસના આગેવાનોએ અગાઉ જ સરકારમાં અને જવાબદાર અધિકારીઓ સમક્ષ ખડૂતોને રવિપાક માટે પુરતું પાણી સ્સામ્ય્સર માળે અને આખી સીઝન પાણી મળે તેવી માંગણી કરી ચુક્યા છીએ

વધુમાં જણાવ્યું છે કે મોરબી અને માળિયાના ધારાસભ્ય પણ ખેડૂતોના પ્રશ્ને વખતોવખત ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી ચુક્યા છે જેથી ખેડૂતોના હિતમાં છીછરૂં રાજકારણ કર્યા વગર કોંગ્રેસના આગેવાનો મોરબી-માળિયા વિસ્તારની નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ, મોરબી બ્રાંચ કેનાલ અને માળિયા બ્રાંચ કેનાલમાં પુરતું પાણી ખેડૂતોને મળે તે માટે રજુઆતો પણ કરતા રહયા છે અને માત્ર દેખાડો નહિ પણ ખેડૂતો નક્કર પરિણામ ઝંખે છે તેમ જણાવીને ખેડૂત આંદોલનને ટેકો જાહેર કર્યો છે તેમજ મોરબી અને માળિયાના કોંગ્રેસ પક્ષના આગેવાનો ખેડૂતોને ન્યાય મળે તે માટે ખેડૂતોની પડખે હર હમેશ ઉભા છીએ અને રહેશું તેમ પણ જણાવ્યું છે

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat