Billboard ad 1150*250

કોરોના હાહાકાર વચ્ચે શિક્ષણ વિભાગ માટે જરૂરી એડવાઈઝરી જાહેર કરાઈ

0 312
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        શિક્ષણ વિભાગના ૨૧-૦૯-૧૯ ના જાહેરનામાંથી બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણ અધિકાર અધિનિયમ ૨૦૦૯ ની કલમ ૨૪ માં જોગવાઈઓ ઉમેરવામાં આવી છે અને શિક્ષણ વિભાગના તા. ૦૪-૦૨-૨૦૨૦ ના સંદર્ભ ૨ હેઠળના ઠરાવથી રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવું શૈક્ષણિક વર્ષ એપ્રિલ માસથી શરુ કરવાનું ઠરાવવામાં આવ્યું હતું જોકે કોરોના વાયરસ મહામારીને પગલે શિક્ષણ વિભાગ દ્વારા જાહેરનામાંઓથી જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે

        ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા સૂચનાઓ બહાર પાડવામાં આવી છે જેમાં વર્ષ ૨૦૧૯-૨૦ ના ચાલુ વર્ષે અભ્યાસ કરતા ધોરણ ૧ થી ૮, ધોરણ ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી આગળના ધોરણમાં લઇ જવાના રહેશે. બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણ અધિકાર અધિનિયમ ૨૦૦૯ ની કલમ ૩૮ હેઠળ મળેલી સત્તાની રૂએ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામાંનો અમલ આ વર્ષે ૨૦૧૯-૨૦ માં મોકુફ રાખવામાં આવે છે જાહેરનામાંની જોગવાઈઓનો અમલ આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ થી કરવાનો રહેશે

        શિક્ષણ વિભાગ દ્વારા તા. ૦૪-૦૨-૨૦૨૦ ના ઠરાવથી તમામ શાળામાં નવું શૈક્ષણિક વર્ષ એપ્રિલ માસથી શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ કોરોનાને પગલે નવું શૈક્ષણિક વર્ષ અગાઉ મુજબ ઉનાળુ વેકેશન પૂર્ણ થયેથી શરુ કરવાનું રહેશે તેમજ રાજ્યના સરકારી અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ અને અધિકારીઓમાં જેને કોઈ કામગીરી સોપવામાં આવી ના હોય તેને શાળાએ આવવાનું રહેશે નહિ પરંતુ સ્થાનિક સત્તા તંત્ર દ્વારા કામગીરી સોપવામાં આવે તો તેનું ચુસ્તપણે અમલ કરવાનો રહેશે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat