કોરોના કહેર : મોરબીમાં પિતા-પુત્ર સહીત વધુ ૩ કોરોના પોઝીટીવ કેસ

        મોરબી શહેર અને જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે મોરબીની વાત કરીએ તો છેલ્લા ચાર દિવસથી મોરબી શહેરમાં કેસો વધી રહ્યા છે જેમાં આજે પિતા પુત્ર સહીત વધુ ત્રણ કેસો પોઝીટીવ નોંધાયા છે

        મોરબીના મહેન્દ્રપરાના રહેવાસી ૫૯ વર્ષના પુરુષનું સેમ્પલ રાજકોટથી જયારે તેના ૩૨ વર્ષના પુત્રનું સેમ્પલ મોરબી ખાનગી હોસ્પિટલમાંથી લેવાયું હતું તે ઉપરાંત રવાપર રેસીડેન્સીના રહેવાસી ૩૦ વર્ષના યુવાનનું સેમ્પલ લેવાયું હતું જે ત્રણ દર્દીના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે અને મોરબી જીલ્લામાં કુલ કેસ આંક ૩૬ પર પહોંચ્યો છે  

Comments
Loading...
WhatsApp chat