Billboard ad 1150*250

કોરોના ઈફેક્ટ : મોરબીમાં ૧૦ વેન્ટીલેટર મશીન માટે ઉદ્યોગપતિઓની પહેલ

0 295
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

સિરામિક એસોના હોદેદારો અને ઉદ્યોગપતિઓની આવકારદાયક પહેલ

        કોરોનાના કહેર વચ્ચે મોરબી જીલ્લામાં જો સ્થિતિ વણસે તો વેન્ટીલેટર મશીનની જરૂરિયાત હોય જેથી મોરબીના ઉદ્યોગપતિઓ આગળ આવ્યા છે અને નવા ૧૦ વેન્ટીલેટર મશીનો માટે લાખોની રકમ એકત્ર કરવામાં આવી છે

        મોરબીની હોસ્પિટલમાં ૯ જેટલા વેન્ટીલેટર મશીનની સુવિધા ઉપલબ્ધ છે અને હવે કોરોનાનો કહેર ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીમાં આગામી દિવસોમાં વધુ વેન્ટીલેટર મશીનોની જરૂરિયાતને ધ્યાને લઈને મોરબી સિરામિક એસોના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા, નીલેશભાઈ જેતપરિયા, કિશોરભાઈ ભાલોડીયા અને કિરીટભાઈ પટેલ તેમજ શેખરભાઈ આદ્રોજા સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓની બેઠક મળી હતી

જેમાં મોરબી જીલ્લામાં વેન્ટીલેટર જરૂરિયાતને ધ્યાનમાં લઈને ૧૦ વેન્ટીલેટર મશીન માટે લાખોની રકમ એકત્ર કરવામાં આવી છે વેન્ટીલેટર મશીન માટે સહયોગની અપીલ બાદ ઉદ્યોગપતિઓએ સહકાર આપ્યો હતો મોરબીના સિરામિક એસો ઉપરાંત કોલ એસો અને બિલ્ડર એસોના ઉદ્યોગપતિઓએ પણ સહયોગ આપતા લાખોની રકમ એકત્ર કરવામાં આવી છે અને ૧૦ વેન્ટીલેટર મશીન માટેની વ્યવસ્થા કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે   

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat