Billboard ad 1150*250

કોરોના ઈફેક્ટ : મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રની કામગીરી તા. ૩૧ માર્ચ સુધી સ્થગિત

0 102
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        કોરોનાના હાહાકાર વચ્ચે જરૂરી સિવાયની સેવાઓ બંધ રાખવામાં આવી છે અને જનજીવન પ્રભાવિત જોવા મળી રહ્યું છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા ૩૧ માર્ચ સુધી મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રની કામગીરી સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે

        ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ નિયામક પરીક્ષા સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ દ્વારા ગુજરાતના તમામ જીલ્લા શિક્ષણાધિકારીને પત્ર પાઠવી જણાવ્યું છે કે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા માર્ચ ૨૦૨૦ ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની ઉતરવહીઓનું મુલ્યાંકન કામગીરી તા. ૧૭ માર્ચથી શરુ કરવામાં આવી હતી

જોકે હાલની સ્થિતિને કારણે વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની ઉતરવહી મૂલ્યાંકનની કામગીરી તા. ૩૧ માર્ચ સુધી સ્થગિત કરવામાં આવે છે જેની તમામ શાળાના આચાર્ય અને શિક્ષકોને જાણ કરવા જણાવ્યું છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat