કોરોના લોકડાઉન : મોરબીના યુવા ઉદ્યોગપતિએ ૧.૧૧ લાખ પીએમ રાહતફંડમાં અર્પણ કર્યા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

અજય લોરિયાએ અગાઉ શહીદોના પરિવારોને

લાખોની આર્થિક મદદ પહોંચાડી હતી

        કોરોના મહામારી સામે સમગ્ર દેશ એકજુટ છે અને સાધનસંપન્ન લોકો આર્થિક સહયોગ આપી કોરોના સામેના જંગમાં સરકારના હાથ મજબુત બનાવી રહયા છે ત્યારે મોરબીના યુવાન અજય લોરિયાએ પણ ૧.૧૧ લાખની આર્થિક મદદ આપી છે

        કોરોના સામેના જંગમાં દેશવાસીઓ આર્થિક સહયોગ આપી રહ્યા છે જેમાં મોરબી પણ પાછળ નથી મોરબીના ઉદ્યોગપતિઓ લાખો અને કરોડોની રકમ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી રાહત ફંડમાં અનુદાન કરી ચુક્યા છે ત્યારે મોરબીના યુવા ઉદ્યોગપતિ અજયભાઈ લોરિયાએ ૧.૧૧ લાખની રકમ પીએમ રાહત ફંડમાં આપી છે

        અજયભાઈ લોરિયા અગાઉ લાખો કિમી પ્રવાસ ખેડીને પુલવામાંના શહીદના પરિવારોને લાખોની આર્થિક સહાય હાથોહાથ પહોંચાડી ચુક્યા છે તો હાલ દેશ માથે કોરોના મહાસંકટ છે ત્યારે તેમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે 

Comments
Loading...
WhatsApp chat