Billboard ad 1150*250

વેકેશનમાં રચનાત્મક પ્રવૃતિથી બાળકોની કલાશક્તિને નિખારવા માટે ક્રિએટર્સ વર્કશોપ

0 76
Post ad 1

બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત થાય તેવી

વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓનું સુંદર આયોજન

Post ad 2

       વેકેશનનો સમય બાળકો ટીવી અને મોબાઈલમાં વેડફી નાખે તે પૂર્વે વાલીઓ જાગે તે સમયની માંગ છે વેકેશનમાં બાળકોને કેવી પ્રવૃત્તિ કરાવવી તેની પણ હવે ચિંતા કરવાની જરૂરત રહી નથી કારણકે મોરબીમાં વેકેશનના સદુપયોગ માટે ક્રિએટર્સવર્કશોપનું આયોજન કરાયું છે જ્યાં વિવિધ રચનાત્મક પ્રવૃતિઓ દ્વારા બાળકને ગમ્મત સાથે જ્ઞાન મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે

       બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા તેમજ તેની કલા શક્તિને ખીલવવા માટે મોરબીમાં તા. ૧૭ એપ્રિલથી ૨ મેં સુધી સવારે ૯ થી ૧૧ : ૩૦ કલાકે ક્રિએટર્સ વર્કશોપનું આયોજન કર્યું છે જેમાં બાળકોને ડાંસ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, વકતૃત્વ કળા, ફોટોગ્રાફી, એરોબીક્સ સહિતની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવશે ૧૫ દિવસ સુધી ચાલનારા ક્રિએટર્સ વર્કશોપમાં માત્ર બાળકો જ નહિ પરંતુ તેના વાલીઓ પણ ભાગ લઇ સકે છે

       ત્યારે ક્રિએટર્સ વર્કશોપમાં જોડાવવા માટે આરતી રોહન, ચિત્રકૂટ સોસાયટી-૦૬, શનાળા રોડ મોરબી ખાતે રજીસ્ટ્રેશન કરાવવા જણાવ્યું છે તેમજ વધુ માહિતી માટે મોબાઈલ નં ૯૬૮૭૯ ૩૧૦૩૭ પર સંપર્ક કરવો

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat