Billboard ad 1150*250

મોરબીમાં માલિકીની જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી મિલકતને નુકશાન

0 227
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

રવાપર ગામે જમીનના માલિકે કરી એસપીને અરજી

Post ad 3

        મોરબીના રવાપર ગામે માલિકીની જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને મિલકતને નુકશાન પહોંચાડવાનો કારસો રચાયો હોય જે બનાવ મામલે જીલ્લા એસપીને અરજી કરીને તપાસની માંગ કરી છે

        રાજકોટના ૮૦ ફૂટ રોડના રહેવાસી જી ટી દેવડાએ જીલ્લા એસપીને કરેલી અરજીમાં જણાવ્યું છે કે મોરબીના રવાપર ગામે બિનખેતી થયેલ જમીનમાં તેઓ પ્લોટ ધરાવે છે જેમાં રહેણાંક માટે બાંધકામ કરેલ અને બાકી જમીનમાં ખુલ્લી જગ્યા પાર્કિંગ અને સંડાશ બાથરૂમ બનાવ્યા છે જેમાં ગત તા. ૧૧ ના રોજ રાત્રીના સમયે આસપાસની સોસાયટી અને એપાર્ટમેન્ટના રહીશ મહિલાઓનું ટોળું આવીને મકાનમાં ઘૂસ્યું હતું

અને ધમકી આપીને મિલકતમાં બુલડોઝર ફેરવી નાખવાની ધમકી આપી હતી તેમજ બાદમાં તા. ૧૨ ના રોજ ફરીથી સવારે ટોળું આવીને મિલકતને નુકશાન પહોંચાડ્યું હતું અને પશ્ચિમ દિશાની દીવાલ પૂરી તોડી નાખી છે પૂર્વ બાજુએ પણ નુકશાન કર્યું છે અને પાણીની પાઈપ લાઈન તોડી નાખી છે તેમજ પરિવારના સભ્યોએ માનસિક ત્રાસ આપ્યો છે જેથી આસપાસની સોસાયટી અને એપાર્ટમેન્ટના રહીશો જેને આ કૃત્ય કર્યું છે તેની ધરપકડ કરવાની માંગ કરી છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat