માળીયામાં કંપનીના વાહનમાં તોડફોડ કરી નુકશાન, ધમકી આપ્યાની ફરિયાદ

        માળીયાના રહેવાસી યુવાને કંપનીના વાહનમાં તોડફોડ કરી નુકશાન કરી તેમજ ધમકીઓ આપી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

        મોરબીના રણછોડનગરના રહેવાસી મોહમદ ઇકબાલ શેખે માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી રહીમ દાઉદ ધોના (ઉ.વ.૪૨) રહે વવાણીયા તા માળિયા વાળો USL કંપનીમાં ડમ્પરના ડ્રાઈવર તરીકે કામ કરતો હોય અને એકાદ વર્ષ પહેલા તેનું એક્સીડેંટ થતા ઈજા પહોંચી હોય જેથી દવાખાનાની સારવારનો તમામ ખર્ચ તેમજ તબિયત સારી થાય ત્યાં સુધી એક વર્ષ સુધીનો પગાર પણ કંપનીએ આપો હતો જોકે તેની તબિયત સારી થતા કંપનીએ પગાર આપવાનું બંધ કરી દેતા આરોપીએ ડમ્પરના આગળના કાચ તોડી રૂ ૩૦,૦૦૦ નું નુકશાન કર્યું છે

તેમજ ફરિયાદી અને અન્યને ભૂંડા ગાળો બોલી હાથમાં ટોમી અને છરી લઇ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે માળિયા પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી ધોરણસરની તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat