Billboard ad 1150*250

“ભણેલી દીકરી બે ઘર તારે”, મોરબીમાં મહિલા શિક્ષણ દિનની ઉજવણી કરાઈ

0 44
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મહિલા સશક્તિકરણ પખવાડીયા અંતર્ગત મોરબી ખાતે જિલ્લા કક્ષાના મહિલા શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોરબીના ટાઉનહોલ ખાતે જિલ્લા કલેક્ટર આર.જે. માકડીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમને સર્વધર્મ પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય બાદ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

        આ પ્રસંગે મોરબી જિલ્લા કલેક્ટર આર.જે. માકડીયાએ ઉપસ્થિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ શિક્ષિકાઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે એક માતા સો શિક્ષકની ગરજ સારે છે આ વાતને આજની મહિલાઓએ સાબિત પણ કર્યું છે. મહિલાઓમાં શિક્ષણનું મહત્વ સમજાવતા વધુમાં ઉમેર્યું હતું કે ભણેલી દીકરી એક ઘર નહીં પણ બે ઘર તારે છે. રાજ્ય સરકાર દ્વારા મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે અનેક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે.

Post ad 2

મહિલાઓમાં શિક્ષણની જરૂરીયાત પર ભાર મુકતા કલેક્ટર આર.જે. માકડીયાએ વધુમાં જણાવ્યું હતું કે મહિલાઓ આજે અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહી છે પરંતુ શિક્ષણ સિવાય બાકી તમામ બાબતો અધુરી ગણાય છે તેથી શિક્ષણમાં મહિલાઓ ક્યાંય પાછળ ન રહે તે જોવા સૌને અપીલ કરી હતી.

        શિક્ષણ અને માતાનો સંબંધ ક્યારેય અલગ જ ન થઇ શકે કેમકે શિક્ષણની શરૂઆતનો માતાના ખોળાથી જ શરૂ થઇ જાય છે તેમ જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણાએ જણાવી મહિલાઓમાં શિક્ષણ જાગૃતિ અંગે તેમના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. આ ઉપરાંત તેમણે આવનાર પેઢીને પણ શિક્ષિત થાય તે માટે મહિલાઓની ભૂમિકા અંગે પ્રકાશ પાડ્યો હતો.

        જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકીએ ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડના પરિણામોનો આધાર લઇ સ્ત્રી શિક્ષણ બાબતે પુરુષો કરતાં આગળ હોવાનું જણાવ્યું હતું. મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે શિક્ષણ થકી જ સમાજમાં અનેક પ્રકારના કુરિવાજો દૂર કરી શકાશે તેમ જણાવી સ્ત્રી ભૃણ હત્યા અટાકવવામાં પણ મહિલાઓનો ફાળો અમૂલ્ય બની રહીશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.

        મહિલા શિક્ષણ દિને યોજાયેલા કાર્યક્રમ પ્રસંગે મોરબી પ્રાંત અધિકારી એસ.જે. ખાચર,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.એસ. પારેખ,સમાજ કલ્યાણ અધિકારી અનીલાબેન પીપળીયા સહિત મોટી સંખ્યામાં પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાની વિદ્યાર્થિનીઓ, શિક્ષિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ધર્મિષ્ઠાબેન કડિવાર દ્વારા કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat