મોરબીની વ્હોરા સમાજની દીકરીએ ફિઝીયોથેરાપી ફાઈનલ યરમાં ડંકો વગાડ્યો

પ્રથમ ક્રમે પરીક્ષા પાસ કરી પરિવાર અને મોરબીનું ગૌરવ વધાર્યું 

મોરબીની મારીયા લાકડાવાલાએ ફીઝીયોથેરાપી ફાઈનલ યરમાં પ્રથમ નંબરે પાસ થઈને લાકડાવાલા પરિવાર અને મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે 

મોરબીમાં છેલ્લા સીત્તેર વર્ષથી પણ વધારે સમયથી લાકડાના વ્યવસાય સાથે સંકળાયેલ પેઢી ઈસાજી નુરભાઈ એન્ડ સન્સ ફેમેલીમાંથી આવતા સૈફુદીનભાઈ તથા મેફુજાબહેનના દીકરા મુફફદલભાઈ તથા ખાતુનબહેન (કુતબી પ્રિન્ટીંગ) ની દીકરી મારીયા લાકડાવાલાએ ફીઝીયોથેરાપી ફાઈનલયરમાં સી. યુ. શાહ. ફીઝયોથેરાપી કોલેજ સુરેન્દ્રનગર માંથી ફસ્ટ નંબર પર પાસ થઈ મોરબી જીલ્લાનું ગૌરવ વઘારેલું છે તથા સુરેન્દ્રનગર અને મોરબીના દાઉદી વ્હોરા સમાજનું ગૌરવ વઘારી મોરબીના વ્હોરા સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે

આ ઉપરાંત વિશેષમાં ડો. મારીયા બહેને સી. યુ. શાહ ફીઝયોથેરાપી કોલેજ સુરેન્દ્રનગર ખાતે વર્ષ 2014 થી 2019 સુઘીનો બેસ્ટ સ્ટુડન્ટનો સન્માન તથા ગૌરવ સાથેનો એવોર્ડ પણ પ્રાપ્ત કરેલ છે આ અવસરે ડો. મારીયાના ડેડી તથા મમ્મી ઉપર સમાજ તરફથી શુભેચ્છા ઓના ધોધ વરસી રહ્યા છે. મોરબીના દાઉદી વ્હોરા સમાજના સેક્રેટરી અબ્બાસભાઈ લાકડાવાલાએ ડો મારીયાને શુભેચ્છા પાઠવી છે 

Comments
Loading...
WhatsApp chat