Billboard ad 1150*250

વાંકાનેરના ગારીયા નજીક ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે દબાઈ જતા ચાલકનું મોત

0 245

વાંકાનેરના ગારીયાથી મહિકા જવાના રોડ પરથી પસાર થતા ટ્રેક્ટરના ચાલક ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે દબાઈ જતા ચાલકને ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું


મધ્યપ્રદેશના વતની ગુલાબસિંહ નાનુંરામ પટેલીયા (ઉ.વ.૪૬) પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેનો દીકરો રાકેશ ટ્રેક્ટર જીજે ૧૨ ડીએ ૧૬૧૬ અને ટ્રોલી નંબર ૧૨ બીવી ૫૧૦૨ લઈને ગારીયાથી મહિકા જવાના રોડ પર જતો હોય ત્યારે રસ્તાનો ઢાળ ચડાવતી વેળાએ ટ્રેક્ટર ઉલળી જતા ટ્રોલી પર આવી જતા રાકેશ પટેલીયા (ઉ.વ.૧૯) ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે દબાઈ જતા ચાલકને શરીરમાં ઈજા થતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat