Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં કેનાલ રીપેરીંગ અને સિંચાઈ માટે આગોતરૂ આયોજન કરવાની માંગ

0 32
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

રાજ્યના સિંચાઈ મંત્રીને સંસ્થાએ પત્ર પાઠવ્યો

Post ad 3

        મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે સારા વરસાદને પગલે ખેડૂતો સારી મોલાત જોઇને આનંદિત છે ત્યારે કેનાલ રીપેરીંગ અને સિંચાઈ માટે આગોતરૂ આયોજન કરવાથી ખેડૂતોને ફાયદો થાય તેમ હોવાથી આ અંગે રાજ્યના સિંચાઈ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે

        ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના સૌરાષ્ટ્ર જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ રાજ્યના સિંચાઈ મંત્રી નીતિનભાઈ પટેલને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે ચાલુ સિઝનમાં સારો વરસાદ થયો છે જોકે વરસાદ મોડો શરુ થયો છે જેથી જો નવરાત્રીમાં એક વરસાદ થાય તો ચોમાસું પાક સારો પાકે તેમ છે તેમજ અતિ વરસાદને કારણે કેનાલોને નુકશાન થયું છે આ કેનાલો સમયસર રીપેરીંગ ના થાય તો નવરાત્રી બાદ જો ખેડૂતને સિંચાઈ ના પાણીની જરૂરત પડે તો આપી શકાશે નહિ જો ખેડૂતને પાણી ના મળે તો જે સારા પાકની આશા બંધાઈ છે તેની પર પાણી ફરી વળે તેમ છે જેથી સમગ્ર રાજ્યમાં કેનાલની મરમ્મતના કામોનું આગોતરૂ આયોજન તાત્કાલિક કરવામાં આવે અને મરમ્મત સમયસર થાય તો ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે જેથી સિચાઈ વિભાગ દ્વારા તકેદારી રૂપે આગોતરૂ આયોજન કરીને કેનાલોનું રીપેરીંગ થાય અને યોગ્ય સમયે પાણી છોડવામાં આવે તેવું આયોજન કરવાની માંગ કરી છે

        મોરબીની મચ્છુ ૨ યોજનાની કેનાલના કામો જલ્દી પુરા કરાવી અને વરસાદને કારણે થયેલ નુકશાન રીપેરીંગ કરવાની તાતી જરૂરિયાત છે ઉપરાંત ભવિષ્યમાં જયારે પણ વિસ્તારના તળાવો કેનાલથી ભરવાની જરૂરિયાત ઉભી થાય તે પહેલા જ એસ્કેપ ગેઇટ મુકવામાં આવે તેવી જોગવાઈ કેનાલના ચાલી રહેલા કામમાં કરવાની માંગ કરી છે

Comments
Loading...
Share This
WhatsApp chat