વાંકાનેરના માટેલ ગામે ઉચ્ચ માધ્યમિક શાળાને મંજુરી આપવાની માંગ

ગ્રામજનોએ જીલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી

વાંકાનેરના માટેલ ગામમાં ઉચ્ચ માધ્યમિક શાળાને મંજુરી આપવાની માંગ સાથે સામાજિક કાર્યકર અને ગ્રામજનોએ જીલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે

માટેલ ગ્રામજનો અને હર્ષદભાઈ રવિદાસ દૂધરેજીયાએ ડીઈઓને રજૂઆત કરી જણાવ્યું છે કે વાંકાનેરના માટેલ ગામની ૨૦૦૦ થી વધુ વસ્તી છે ગામમાં પ્રાથમિક શાળા છે માટેલ ગામ આસપાસ મોટી સંખ્યામાં કારખાના આવેલ હોય તેમજ ગામમાં વસતા પરિવારના બાળકોના લાભાર્થે માધ્યમિક શાળાને મંજુરી આપવી જોઈએ માટેલ ગામ અને આસપાસના ગામ તેમજ કારખાનામાં વસતા પરિવારના બાળકોએ અભ્યાસ માટે અપડાઉન કરવું પડે છે જેથી માટેલ ગામમાં ઉચ્ચ માધ્યમિક શાળાને મંજુરી આપવામાં આવે તો શાળામાં વિદ્યાર્થીઓની સારી સંખ્યા થશે અને ગામમાં જ શિક્ષણ મળી રહેતા બાળકોના ભવિષ્ય માટે પણ સારો નિર્ણય રહેશે જેથી ઉચ્ચ માધ્યમિક શાળાને મંજુરી આપવાની માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat