Billboard ad 1150*250

મોરબીના ઘુનડા ગામે ઘેટાના મોત મામલે માલધારીઓને વળતર ચુકવવા માંગ

કોંગ્રેસ અગ્રણીએ પશુપાલન મંત્રીને પત્ર લખ્યો

0 161

મોરબીના ઘુનડા ગામે રોગચાળાને પગલે ઘેટાના મોત થયા હોય જે બનાવ મામલે કોંગ્રેસ અગ્રણીએ પશુપાલન મંત્રીને પત્ર લખી વળતર ચુકવવા માંગ કરી છે

મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ પશુપાલન મંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે ઘુનડા (સ) ગામે માલધારીઓના બસો જેટલા ઘેટા રોગને પગલે મૃત્યુ પામ્યા છે જેથી પશુપાલકોને મોટું નુકશાન થયું છે પશુઓના અકાળે અવસાનથી માલધારીઓ બેરોજગાર બની ગયા છે મહામુલું પશુધન નાશ પામ્યું હોય જેથી પશુપાલકોને તાત્કાલિક અસરથી આર્થિક સહાય કરી નવેસરથી પશુ ખરીદવા સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે તેમજ રોગચાળો વધુ ના ફેલાય તે માટે તાત્કાલિક યોગ્ય પગલા લેવાની માંગ પણ કરવામાં આવી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat