Billboard ad 1150*250

કોરોના મહામારીને પગલે કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે ત્વરિત નિર્ણયની માંગ

0 77
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે શિક્ષણમંત્રીને રજૂઆત કરી

        કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રાજ્યના વિશ્વ વિધાલય અને કોલેજના અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને ત્વરિત નિર્ણય કરે તેવી માંગ સાથે રાજ્યના શિક્ષણમંત્રીને રજૂઆત કરવામાં આવી છે

        અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શિક્ષણમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે હાલ રાજ્યભરમાં કોરોના મહામારીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ધોરણ ૧ થી ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો જે નિર્ણય લેવાયો છે તે અભિનંદનને પાત્ર છે જેથી નવું શૈક્ષણિક સત્ર સમયસર શરુ થઇ સકે.

હાલ રાજ્યની તમામ યુનીવર્સીટીની શરુ થતી પરીક્ષાઓ રદ કરવામાં આવી છે પરંતુ કોલેજના વિદ્યાર્થીઓ આ પરિસ્થિતિને લઈને અસમંજસમાં છે કોરોના વાયરસને પગલે વર્તમાન સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે યુનીવર્સીટીની પરીક્ષાઓ યોજવામાં હજી સમય નીકળી સકે છે જેથી વિદ્યાર્થીઓ પર માનસિક દબાણ રહેશે સાથે નવું શૈક્ષણિક સત્ર સમયસર શરુ થઇ શકશે નહિ.

જે રીતે સરકારે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં માસ પ્રમોશન નિર્ણય કર્યો છે તેવી રીતે રાજ્યના તમામ યુનીવર્સીટીના અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને નિયમ અનુસાર માસ પ્રમોશન આપવામાં આવે જેથી વિદ્યાર્થીઓ તનાવમુક્ત રહે અને નવું સત્ર સમય અનુસાર શરુ થઇ સકે જેથી આ અંગે શિક્ષણવિદો સાથે વિચાર વિમર્શ કરી ત્વરિત નિર્ણય લેવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે માંગ કરી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat