Billboard ad 1150*250

મોરબીના સેવાસદનમાં નોટરી માટે જરૂરી સુવિધાઓ આપવાની માંગ

0 16
Above Post Content

નોટરી એસો દ્વારા નાયબ કલેકટરને કરાઈ રજૂઆત

Middle Post Content

        મોરબીના સેવાસદનમાં બેસતા નોટરીઓને જરૂરી સુવિધાઓ આપવામાં આવતી ના હોય જેથી યોગ્ય સુવિધાઓ મળે તે માટે મોરબી નોટરી એસો દ્વારા નાયબ કલેકટર અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે

        નોટરી એસોના પ્રમુખ સંજયસિંહ ઝાલા દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે તાલુકા સેવાસદન મોરબી ખાતે કચેરીની કાર્ય પદ્ધતિ સુધારેલ ૧૯૮૪ મુજબ તથા રેવન્યુના ૨૦ થી વધારે કાયદા એડવોકેટ એક્ટ મુજબ વકીલોની સનદ તથા એડવોકેટ વેલ્ફેર એક્ટ મુજબના વારસાઈ સુધારાના સોગંધનામ માટે તાલુકા સેવા સદન વિતીઝમાં દરરોજ આવવાનું થતું હોય મોરબી સેવા સદનમાં પીવાના પાણી કે બાથરૂમમાં પાણીની સુવિધા નથી જેથી નોટરીઓ પરેશાન થાય છે એડવોકેટ એન્ડ નોટરીને એડવોકેટ એક્ટ તથા નોટરી એક્ટ ૧૯૫૬ તથા કર્ચેરી કાર્ય પદ્ધતિ મુજબ કાર્ય કરવા વિશાલ અને પૂર્ણ માન સહિતનો હક્ક હોય જેથી નોટરીનું માન જળવાય તે માટે ઇન્ફ્રાસ્ટ્રકચર માટે યોગ્ય બેસવા પાણી અને નોટરી વેટીગ રૂમ મળે તે માટેની માંગ કરવામાં આવી છે 

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat