Billboard ad 1150*250

આમરણથી માણેકવાડાનો રોડ ડબલપટ્ટી બનાવવાની માંગ

0 64
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

જાગૃત નાગરિકે કલેકટરને આવેદન પાઠવ્યું

        મોરબીના આમરણ ગામથી માણેકવાડા જવાનો રસ્તો બિસ્માર હાલતમાં હોય જેથી અકસ્માતોનું જોખમ વધી રહ્યું છે ત્યારે આ રોડ ડબલપટ્ટી બનાવવામાં આવે તેવી માંગ કરાઈ છે

        મોરબીના જાગૃત નાગરિક મેહુલભાઈ ગાંભવાએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને જણાવ્યું છે કે આમરણ ગામથી માણેકવાડા ગામ સુધીનો ડામર રોડ ઘણા સમયથી સંપૂર્ણ નાશ પામેલ છે આ માર્ગ પરથી પસાર થતા વાહનો સામસામે આવે ત્યારે એક તરફના વાહનને માર્ગની નીચેથી પસાર થવું પડે છે આ પરિસ્થિતિમાં અકસ્માતની શક્યતા વધી જાય છે આસપાસના ગામોમાંથી આ માર્ગ પર પરિવહન અવિરત ચાલુ રહે છે ઉપરાંત વિસ્તારમાં ખેતીલાયક જમીન હોવાથી ખેત પેદાશોના પરિવહન માટે પણ એકમાત્ર માર્ગ છે જેથી ખેડૂતો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે આ માર્ગ પર રાત્રીના સમયે અવારનવાર અકસ્માતો સર્જાય છે જેથી આ રોડને ડબલપટ્ટી બનાવવા તથા જુના માર્ગની મરમ્મત કરવાની માંગ કરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat