Billboard ad 1150*250

સુલતાનપુર-ચીખલીથી વિશાલનગર ડામર રોડ મંજુર કરવાની માંગ

0 70
Above Post Content

ખેડૂતોને સોલાર કીટ માટે સરપંચનું આવેદન

        માળીયાના સુલતાનપુર ગામના સરપંચે તાજેતરમાં જીલ્લા કલેકટરને રજૂઆત કરી સુલતાનપુર ચીખલીથી વિશાલનગર જવાના રોડને ડામર રોડ મંજુર કરવા તેમજ ખેડૂતોને સોલાર કીટ આપવાની માંગ કરી હતી

Middle Post Content

        સુલતાનપુર ગ્રામ પંચાયતના સરપંચ હીનાબેન ભાવેશભાઈ વિડજાએ જીલ્લા કલેકટરને લેખિત આવેદન પાઠવીને રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે સુલતાનપુર-ચીખલી રોડથી વિશાલનગર જવાનો રસ્તો આશરે ૧ કિલોમીટરનો કાચો રસ્તો છે જેથી વિશાલનગર ગ્રામજનો ૧૯ વર્ષથી કાચા રસ્તેથી પરેશાની ભોગવે છે અને ચોમાસાની ઋતુમાં ગામમાં વાહનો જઈ સકતા નથી જેથી આ રોડને ડામર રોડ બનાવી આપવાની માંગ કરી છે

        તે ઉપરાંત અન્ય રજૂઆતમાં જણાવ્યું છે કે ચાર વર્ષ પહેલા જીઇબીમાં ખેડૂતોએ સોલાર કીટ માટે ૪૫૦૦ રૂપિયા ભરેલા છે છતાં જીઇબીએ ખેડૂતોને સોલાર કીટ આપી નથી જેથી દરેક ખેડૂતોને વહેલી તકે સોલાર કીટ મળે તે માટે યોગ્ય કરવાની માંગ કરી છે  

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat