Billboard ad 1150*250

મોરબી-માળીયા વિસ્તારમાં પશુપાલકોને સમયસર ઘાસચારો આપવાની માંગ

0 63
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કલેકટરને કરી રજૂઆત

Post ad 2

        મોરબી-માળિયા વિસ્તારમાં અછત અને અર્ધઅછત પરિસ્થિતિને કારણે ખેડૂતો અને માલધારીઓના પશુઓને પીવાના પાણી તેમજ નિયમિત રાહતદરે ઘર પુરવઠો અને પશુ નિભાવણી ખર્ચ પેટેની સહાય મળી રહે તેવી માંગ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે

        મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે માળીયાના કુંતાસી ગામે મોકલાયેલ ઘાસચારાનો પુરવઠો અપૂરતો છે ૧૮૫ જેટલા પાસ હોલ્ડર માલધારકો પૈકી માત્ર ૧૦૦ ઘાસ મેળવવવા પાત્ર પાસ ધરાવતા માલધારીઓની જરૂરિયાત સંતોષી છે માળિયા તાલુકા મથકે ઘાસ ડેપો કાર્યરત રહે અને માળિયાના અન્ય ગામો જેવા કે કાજરડા, હંજીયાસર, હરીપર, ખીરઈ સહિતના ગામોને પણ ઘાસ મેળવા પાત્ર કાર્ડધારકોને સમયસર ઘાસ પુરવઠો મળે તે માટે મામલતદારને ખાસ તાકીદ કરવામાં આવી છે

મોરબી તાલુકાના માલધારીઓ માટે પણ સમયસર અને નિયમિત ઘાસ પુરવઠો મળતો રહે તેવો પ્રબંધ કરવા ધારાસભ્યે આગ્રહ સેવ્યો છે આમ મોરબી-માળિયા વિસ્તારના માલધારીઓને તેમજ ઢોર ધરાવતા ખેડૂતોને સરકારી તંત્રના વાંકે ઘાસ પુરવઠાથી વંચિત ના રહેવું પડે તેવી સઘન વ્યવસ્થા ગોઠવવા માંગણી કરી છે સાથોસાથ પશુઓ નિભાવતી પાંજરાપોળ તેમજ ગૌશાળાઓને પણ પશુ નિભાવણી ખર્ચ કે સહાય પણ સમયસર મળતી રહે તે જોવા પર ભાર મુક્યો છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat