Billboard ad 1150*250

ટંકારા તાલુકા ખાનગી પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક તથા કોલેજોમાં ફી માફી આપવાની વાલીઓની માગણી.

0 415
Post ad 1

ભાવિન સેજપાલ દ્વારા

 ટંકારા તાલુકાના વાલીઓએ ટંકારા તાલુકા ની પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક તથા કોલેજોમાં વર્ષ 2020 /2021 માં ફી માફી આપવાની માગણી કરેલ છે.

 કોરોનાવાયરસ ની મહામારી ના કારણે લોકડાઉન ૨૨ માર્ચથી શરૂ થયું. ત્યારથી શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. 2019 / 2020 નું શૈક્ષણિક સત્ર મે માસમાં પૂર્ણ થાય છે .પરંતુ નવું વર્ષ જૂન ૨૦૨૧ શરૂ થાય છે.

 શૈક્ષણિક કાર્ય માર્ચ માસથી બંધ છે. પરીક્ષાઓ લેવાયેલ નથી .એપ્રિલ, મે તથા જૂન માસમાં શૈક્ષણિક કાર્ય થયેલ નથી.

Post ad 3

 કોરાના વાઇરસને કારણે lockdown માં મધ્યમ વર્ગ તથા બીજા નાના વર્ગના લોકોના ધંધા રોજગાર બંધ રહેલ. કોઈ પણ જાતની આવક થયેલ નથી બચત હતી તે ઘર ખર્ચમાં વપરાઈ છે અને દેવા થઈ ગયેલ છે હાલની કોરાંના  ની કપરી પરિસ્થિતિમાં ખાનગી શાળાઓને ફી ચૂકવી શકે તેમ નથી.

 માર્ચ એપ્રિલ મે તથા જૂનમાં શૈક્ષણિક કાર્ય થયેલ નથી .જુલાઈ માસમાં શાળાઓ શરૂ થશે નહીં 15 મી ઓગસ્ટ થી શાળા શરૂ થશે તેવી આશા છે. ખાનગી શિક્ષણ સંસ્થાઓ ટ્યુશન ફી વાહન ફી, હોસ્ટેલ ફીમાં માફી આપે તેવી વાલીઓની માંગણી છે.

 મોરબી જિલ્લામાં વિદ્યાર્થીઓની ફી માફી આપવાની ખાનગી શાળાઓએ શરૂઆત કરેલ છે .

ટંકારા તાલુકા ની શૈક્ષણિક સંસ્થાઓ પણ ફી માફી આપે તેવી વાલીઓની માગણી છે.

Comments
Loading...
Share This
WhatsApp chat