Billboard ad 1150*250

સાહિત્ય વિભાગ : ચેટ વિથ ઘોસ્ટ – ભાગ ૩

0 123
Post ad 1

  લેખક : તુષાર કુબાવત (પોરબંદર)                           

હવે આગળ વાર્તા ક્રમશ: મારિયા ક્યાંક ગાયાબ થઇ ગઈ હતી. અને તપાસ કરતા મને ખબર પડી હતી કે, એમનું ખૂન થઇ ગયું છે. અને હું ખુબ અસમંજસમાં હતો અને એ વાત સાથે લઇ હજુ મારા રૂમ પર પહોચ્યો જ હતો કે, મારિયાનો ફોન આવ્યો….

મારિયાનો ફોન આવ્યો. મેં ઉપાડ્યો. ધ્રુજતા અવાજે મેં પૂછ્યું!! કોણ?? ત્યાંથી અવાજ આવ્યો હું!! મારિયા!! હું તો અવાચક બની ગયો!! મને ડર ભી બહુ લાગ્યો રાત પડી ગઈ હતી. મેં કહ્યું શું છે!! આ બધું!! હું તારા ઘર પર ગયો હતો!! અને આમ જાણ થઇ મને!! તો પેલી બોલી, સોરી પણ આ બધું સાચું છે!! હું હવે આ દુનિયામાં નથી!! મારી પગ નીચેથી જમીન સરકી ગઈ. મને એમ થયું હું કોઈ સપનું જોઈ રહ્યો હોઈ. મને ચક્કર આવ્યા મેં કહ્યું!! હજી હું કાઈ બોલું એ પહેલા એ બોલી સાંભળ!! ધ્યાનથી મારી વાત આ બધું હું જે કહી રહી છું. એ તદન તથ્ય છે. અને હજી તને વિશ્વાસ ના આવતો હોઈ તો તારી અગાસી પર આવ!! હું જેમ હરણ સિંહથી ડરે તેમ ડર સાથે ત્યાં ઉપર ગયો અને સામે જોયું મારિયા!! ત્યાં અગાસીની દીવાલ પર બેથી હતી તદન સફેદ કપડા!! મારા તો રૂવાડા ઉભા થઇ ગયા. એના ચહેરા સામે જોતા એ અવિશ્વશનીય હતો. તેજ ભી બહુ હતું.તેણીએ કહ્યું ફોન નાં છોડતો હું તેમાં જ વાત કરીશ.

Post ad 2

અમે એક-બીજા સામે જોઈ કાઈ પણ બોલ્યા વગર બસ એકીટશે જોઈ રહ્યા હતા. એ હસતી હતી અને હું રડતો હતો.મેં કહ્યું આ બધું શું છે!! એ બોલી હું આ વાત કરૂ તને બેસ!! હું ત્યાં નીચે બેસી ગયો. તેણીએ કહ્યું જો હું ઘણા સમય પહેલા મારા મિત્રો સાથે ભારત ફરવા આવી હતી. અને ત્યાં ૦૩ મહિના જેટલો સમય રોકાયા હતા. અને આવી જ રીતે ચેટીંગ દ્વારા હું એક છોકરાની મિત્ર બની હતી નામ છે એનું તુષામેં કહ્યું કોણ?? તુષાર !! તેણીએ કહ્યું જે તારો મિત્ર છે એ જ તુષાર અરે હા!! મેં કહ્યું તો શું?? તેણીએ કહ્યું તે ઘણો ધનવાન  છે. અને સ્માર્ટ ભી છે.તેના પિતા એક ધનવાન માણસ છે. અને એ તારો ખાસ મિત્ર છે હે ને!! મેં કહ્યું હા!! તો!! તે ખુબ સારો વ્યક્તિ છે. તેણીએ કહ્યું આપને જેમ ૦૩ મહિના અમદાવાદમાં સાથે રહ્યા તેમ જ હું તેની સાથે પણ ફરી હતી ખુ સારા દિવસો હતા એ મારા માટે!! અને અમે બન્ને એક બીજાને બહુ જ પ્રેમ પણ કરવા લાગ્યા હતા.પછી હું પાછી અહી આવી ગઈ હતી. અને અમે લોકો ૦૧ વર્ષ ફોનમાં વાતો કરી હતી.અને તે દરમિયાન તેમનું આખું પરિવાર અહિયાં આવ્યું હતું. અને તેમના પિતાએ અહિયાં પણ એક કારખાનું સ્થાપિત કર્યું હતું. તે દિવસો દરમિયાન તુષાર એક વખત મારી સાથે કેન્ડલ લાઈટ ડીનર કરવા આવ્યો હતો તેમણે મને એ દિવસ લગ્ન માટે પ્રપોઝ પણ કરેલું અને અમે લોકો ડીનર કરી ડાન્સ કર્યો અને બેઠા હતા ત્યાં જ થોડીવારમાં મને ઉલટીઓ શરૂ થઇ હતી.અને મેં પૂછ્યું?? આ શું છે તુષાર?? એમણે કહ્યું આ તારો છેલ્લો દિવસ અને છેલ્લી ઘડી છે. મેં કહ્યું તુષાર પણ મારો શું વાંક?? મારી સાથે તે આમ કેમ કર્યું?? મને કેમ ઝેર આપ્યું!! આ વાત દરમિયાન મારિયા મારી સામે તે અગાસીની દીવાલ પર અધ્ધર- પધ્ધર ઉભી થઇ. ચક્કર લગાવતી હતી. અને મને તો વિશ્વાસ જ આવતો ન હતો કે મારી સામે એક આત્મા આવી રીતે ચક્કર લગાવી રહી છે. તેણીએ આગળ વાત કરી. મારા પહેલા તુષારને એક અમદાવાદની છોકરી સાથે સબંધ હતી. અને તેની સાથે તુષાર એ લગ્ન પણ કર્યા હતા. પણ તેણીને છુટા-છેડા લેવા હતા કારણકે, તેણીને તુષાર સાથે હર એક વાતમાં મનદુઃખ હતું એટલે તુષારની મિલકતમાંથી અડધો ભાગ તેણીએ કોર્ટમાં કેસ કરી મેળવવા અપીલ કરી હતી. એ જે દિવસે ઘર છોડી જવા માંગતી હતી એ જ દિવસે તુષાર અને તેના મિત્રોએ મળી તેણીનું ખૂન કરી નાખ્યું હતું. મેં કહ્યું!! આ બધું તને કેવી રીતે ખબર!! તો કહ્યું મેં તુષારના મોબાઈલમાં તે છોકરીના ફોટા જોયા હતા અને ત્યાબાદ તપાસ કરતા મને આ બધું જાણવા મળ્યું હતું. તો મેં કહ્યું એમાં તને શું થયું!! તો કહ્યું તુષારને એમના કોઈ મિત્ર તરફથી આ વાત ની જાણ થઇ ગાય હતી કે મને તેના ભૂતકાળની આ વાતની જાણ થઇ ગઈ છે. આ કેસ આખો તેઓએ પોલીસમાં દબાવી આપેલો તુષાર એ મને એ ડરથી મારી નાખી કે, હું ક્યાંક પોલીસમાં જઈ તેમનો ભાંડો ફોડી નાખીસ તો!! તેણે ૦૨ ખૂન કર્યા છે.મેં ઘણું વિચાર્યું પછી મેં કહ્યું તેણીને આમાં હું શું કરૂ મારો શું વાંક! તો તેણીએ કહ્યું કે,  તેમને મારી સાથે આવો દગો કર્યો!! તો કહ્યું તું ગમે તેમ કરી તુષાર ને પકડાવ બસ!! મેં કહ્યું અહિયાં!! તો કહ્યું હા તું એક કામ કર પોલીસ સ્ટેશન જઈ આવ અને કેસ લખાવ અને પછી મને ફોન કર ત્યાંથી હું સાચે બધું કહીશ પોલીશને મેં કહ્યું ઠીક છે. હું ગયો ત્યાંથી મારિયાને ફોન કર્યો આ વખતે ફોન લાગ્યો અને મેં પોલીસને કહ્યું અને વાત કરતા મારિયાએ પોલીસને કોઈં જગ્યાનું નામ જણાવ્યું ત્યાં મારિયાના લાશના અવસેશ મળ્યા અને તુષારને પોલીસ પકડી ગઈ અને આકરી પૂછ-પરછ બાદ તે માની ગાયો અને આખો આ કેસ સોલ્વ થયો.મારિયાએ મને કહ્યું આભાર તારો. હવે હું આ દુનિયા છોડી સદાય માટે જાઉં છું. આવજે.. અને તારૂ ધ્યાન રાખજે અને કોઇ પણ કામ હોઈ બસ મને યાદ કરજે. મેં પણ હસતા-હસતા કહ્યું જા-જા ભૂતોને થોડા કાઈ યાદ કરાય!! તે પણ હસવા લાગી અને ત્યાંથી સદાય માટે ચાલી ગઈ. આ એક સમાજમાં છોકરીઓ પર થતા ઝુલ્મ અને ખરાબ વ્યવહાર વિષે એક મુદ્દો કાલ્પનિક ધોરણે હું અહિયાં રજુ કરી રહ્યો હતો આજે હું ખુબ સુખી છું અને મારા મહાદેવની કૃપાથી હું સેટ થઇ ચુકેલો છું અને મારા પરિવાર સાથે ખુબ સરસ જીવન વ્યથિત કરી રહ્યો છું. તો આ હતી “એક કહાની જે હતી મારિયા (Ghost) ની જુબાની”

લખનાર-તુષાર નરેન્દ્રભાઈ કુબાવત (પોરબંદર)

વાર્તા સંપૂર્ણ…

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat