Billboard ad 1150*250

સાહિત્ય વિભાગ : ડોક્ટરની આત્મકથા ભાગ – ૧

0 35
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2
  • આજે મને પણ શું થયું છે?? ખબર નહિ પણ ગજબ થયું છે..
  •           સંક્ષિપ્તમાં વાત કરૂ હું ભણેલો તો ઘણો છું. હવે ઘણો એટલે કેટલો?? વિચાર આવશે અરે ઘણો એટલે એક ડોકટરનું ભણેલો છું. ભાઈ!! હા, સાચે!! પણ મને ભગવાનની સેવા પૂજામાં અતૂટ શ્રદ્ધા મારા પિતાજી પણ ડોકટર છે પણ વર્ષોથી એ પણ એક મંદિરમાં પૂજા અર્ચના કરે છે. અને એમણે જ મને આ વસ્તુ શીખડાવી અને મારી આ જાતમાં ઈશ્વર પ્રત્યેનો એક સુંદર મજાનો વિશ્વાસ અને શ્રદ્ધારૂપી ચિલ્લો ચિતર્યો. હું સવારે ભી મંદિરમાં આરતીથી શરૂ કરતો મારો દિવસ સાંજે છેક આરતી સમયે પૂર્ણ કરૂં છું.
  • મારે અને મારા પિતાજીને એક દવાખાનું પણ છે. અને અમે બંને તેમાં સેવા આપીએ છે. પૈસા પણ કમાઈએ છે. એમના વગર તો જીવન શક્ય નથી.હું હજી અપરણિત છું. અને પિતાજી પરણિત હસો નહીં!! જે છે એ જ કહ્યું..ના ના મજાક કરૂં એ પરણિત છે જ….
  • અમારૂં ઘર અને દવાખાનું બંને એક સાથે જ છે ઉપર અમે લોકો રહીએ છે અને નીચે દવાખાનું છે. એક દિવસ તા. ૦૨/૦૨/૨૦૧૫ નાં દિવસે મોડી રાત્રે આશરે ૩ વાગ્યે એક રાતપાળી વાળો કમ્પાઉન્ડર આવી મારા રૂમનો દરવાજો અત્યંત ઝડપથી ખટકાવે છે હું ઊંઘમાંથી સફાળો ઉભો થઈ દરવાજો ખોલું અને કાઈ પણ પૂછું એ પહેલાં જ!!!! એ કંપાઉન્ડર કહે છે સાહેબ જલ્દી નીચે આવો એક દર્દી આવ્યા છે આપાતકાલીન છે.મારા માટે આ સામાન્ય હતું કારણકે, આવા કેસ આવતા જ હોઈ છે..
  • રાત્રે હું બને ત્યાં સુધી પિતાજીને હેરાન નહીં કરતો!! હું તો, ઝડપથી મારો ડોકટર ધર્મ નિભાવવા નીચે જાઉં છું. દર્દીને આઈ.સી.યુ.મા લઈ જવાયા છે એમ મને જાણ થાય છે.હું મારા આઈ.સી.યુ. ના કપડા પહેરી તરત આઈ.સી.યુ.મા જાઉં છું આજે હું એ વ્યક્તિને જયારે મારી નજર સામે જોઉં છું તો હું અવાચક રહી જાઉં છું.મારા હાથ ધ્રુજવા લાગે છે. અંદરથી રડવું આવે છે.છતાં રડી નહીં શકતો કારણ હું ડોકટર છું બને હું નબળો પડું તો મારો સ્ટાફ અને દર્દીના સગાઓ તો એમનું ભાન જ ભૂલી જાય પણ આ તો કેસ જ કાંઈક આવો હતો..હવે આ કેસ શું હતો એ તમને મારી આ વાર્તાના આગળના ભાગમાં ચોક્કસથી જણાવીશ..

         લખનાર-તુષાર નરેન્દ્રભાઈ કુબાવત (પોરબંદર)

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat