Billboard ad 1150*250

સાહિત્ય વિભાગ : મારી પડોશણ અભિનેત્રી, ભાગ-૧

0 160
Post ad 1

લેખક તુષારભાઈ કુબાવત (પોરબંદર)


હું મિકેનિકલ એન્જીનીયરની ડીગ્રી પુરી કર્યા પછી ગુજરાતમાં ૨ વર્ષ સુધી કારખાનાઓમાં નોકરી કરતા કરતા ખૂબ થાક્યો હતો ત્યાં જ એક રાત્રે મારા એક મિત્ર જોડે વાત થઈ કહ્યું કયા છે ભાઈ ? તો કે આપણે તો મુંબઇ હો વાહ અચરજ સાથે મેં કહ્યું ભાઈ તું ત્યાં કેમ પહોંચ્યો કે તો ખરી ભાઈ તેને કહ્યું મારા એક મિત્રની કંપનીમાં નોકરી કરૂ છું ખૂબ સારૂ પેકેજ છે લાઈફ સેટ થઈ ગઈ અને મારા મનમાં ઘણા સમયથી રહેલો મુંબઇ જવા માટેનો કીડો સળવળ્યો કોઈ ઘરના મોભી બોલતા હોઈ તેમ ગંભીર અવાજે તદ્દન ઔપચારિક તથા ગંભીર થઈને મેં તેને કહ્યું ભાઈ મારે આવું છે ત્યાં એને કહ્યું ચાલ કાંઈક ગોઠવી આપું છું તારા અનુભવના સર્ટી. તથા અન્ય કાગળો મોકલી આપ મેં તે બધું ઇ. મેઈલ કર્યું અને થોડા દિવસમાં ખુશીની લાગણી સાથે હું પણ અત્રેથી (પોરબંદરથી) સૌરાષ્ટ્ર મેઇલમાં બધાના આશીર્વાદ સાથે રાત્રે ૯ વાગ્યે આંખોમાં મહેનતના સપનાઓ સાથે મુંબઈ રવાના થયો ત્યાં રહેવા માટે કમ્પની વાળા ફ્લેટ આપવાના હતા પણ હજુ એ ફ્લેટનું રીનોવેશન ચાલતું હતું એટલે મને અને મારા પેલા મિત્રને તેની મિત્રતાને લીધે અન્ય એક ખુબજ સારા વિસ્તારમાં માલિક/તેના મિત્ર દ્વારા એક તમામ સુવિધાવાળો પોતાનો વૈભવી ફ્લેટ છેક ૨૪ મા માળ પર રહેવા માટે થોડા સમય માટે આપવામાં આવ્યો એવામાં અમે ત્યાં રહેવા ગયા એની શિફ્ટ રાત્રીની અને મારી દિવસની એટલે બહુ ભાગ્યેજ અમે ફ્લેટ પર ભેગા થતા એવામાં એક દિવસ મારા મિત્રનો સાંજે ફોન આવ્યો કે મારે તાત્કાલિક પોરબંદર રવાના થવું પડશે મારા ભાઈએ પ્રેમ લગ્ન કર્યા છે અને તે નાસી છૂટ્યો છે એટલે હું બધું આટોપીને આવીશ મારે વાર પણ લાગી શકે છે અને હું મુંબઈમાં નવો નવો અને એકલો કેમ જાઈ દિવસો ?? એ તો મારૂ મન જ જાણે !!

પણ સપનાઓ આંખોમાં હતા અને હિંમત જીગરમાં !! રહેવું તો હતું જ ભલે ગમે તે થાય મને ફિલ્મો જોવાનો બહુ શોખ હતો એક શનિવાર નોકરી પુરી કરી ફ્લેટ પર પાછો આવ્યો મારે રવિવારે વિકલી રજા હોઈ તો કહ્યું ચાલ આજ ક્યાંક બહાર જમી આવું ટીફીનની ના પાડી બહાર જમવા ગયો આમ તેમ ફર્યો રાત્રે મારી ગમતી એક્ટ્રેસની ફિલ્મ જોઈ બહુ મોડો ઘરે પાછો ફરી રહ્યો હતો અને લિફ્ટમાં ઉપર જઇ રહ્યો હતો અને ૨૪ મા માળનું બટન દબાવતો જ હતો ત્યાં જ લિફ્ટનો દરવાજો ખુલ્યો અને શુ થયું ખબર છે?? જેની ફિલ્મ જોઈને આવ્યો હતો એ જ બોલીવુડની એક ખ્યાતનામ અભિનેત્રી સામે હતી લગ્નના ઘણા વર્ષ પછી ઓચિંતા કોઈ પ્રેમી પોતાની પત્ની સામે તેની જ પ્રેમિકાને તેના પતિ સાથે જુએ તેમ મારો તો જીવ અવાચક રહી ગયો !! આપણી દેશી ભાષામાં કહું તો, છાતીના પાટિયા બેસી ગયા !! અને હજુ હાર્ટ અટેક જ આવવાનો હતો ત્યાં જ તેણીએ ૨૪ નંબરનું જ બટન દબાવ્યું મને તો મને અવિશ્વાસી અકળામણ થઈ પણ કાંઈ જ બોલી ના શક્યો અને તે એકદમ મારી સામેના ફ્લેટમાં ઝડપથી ચાલી ગઈ મને એમ થયું કે સપનું હશે !! પણ સપના જોવા અને પુરા કરવા તો હું આવ્યો હતો અહિયાં મુંબઈ પણ આવું સપનું હશે?? એમ કદી વિચાર્યું ના હતું!! એટલે જ કદાચ મુંબઇ સપનોનું શહેર કહેવાય છે !! જ્યાં ના જોયેલા સપનાઓ સાચા થઈને સામે આવી જાય છે એ રાત્રે ઊંઘ પણ કેમ આવે?? ઘડી – ઘડી દરવાજામાં રહેલા દુરબીનમાંથી જોઉ કે પેલી અભિનેત્રી સામેના ફલેટમાંથી નીકળી કે નહીં?? એમ કરતાં કરતાં સવારે આખરે !! થાકીને ૪ વાગ્યે ઊંઘ આવી ગઈ પછી સવારે ૭ વાગ્યે ઉઠી જોયું !! તો,  ત્યાં ફરી તાળું લટકતું દેખાયું !!  પછીથી તો દરરોજ લિફ્ટ પાસે એ જ ટાઈમએ ઉભો રહું આમ ને આમ એક અઠવાડિયું વીતી ગયું ફરી શનિવારની રાત્રી આવી અને એ જ ઘટના બની આમ ત્રીજા અઠવાડિયે રાત્રે એ જ ઘટના બન્યા બાદ લગભગ અડધી રાત્રે મારા ફ્લેટનો દરવાજો ખખડયો અને સાથે બેલ પણ વાગી ઘડિયાળમાં જોયું તો કાંટા ૩ વાગ્યા આસપાસ હળીયું કાઢતા હતા !! અને દરવાજો ખોલતા સામે પેલી ઉભી અને હું જાણે ઓચિંતો સાપ જોયો હોઈ તેમ અર્ધનિંદ્રામાંથી સફાળો જાગી ગયો !! તેણીએ મને Hi..કહ્યું અને તેના ઘરમાં ગરોળી છે કાઢવા વિનંતી કરી એ સાંભળી મનમાં તો જાણે દિલ્હી સલ્તનત જીતી અને ત્યાંનો બાદશાહ બની ગયો હોઇ તેવી ફીલિંગ્સ આવી !!               

Post ad 2

અને ગરોળી કાઢી આપી ભાઈ હસો નહીં !! આવા કામ પણ કરવા પડે ત્યાર બાદ એમને મને કોફી પીવડાવી અને આમ તેમ બધી વાતો થઈ મારો એમને પરિચય મેળવ્યો કારણ કે, એમનો પરિચય તો આખી દુનિયા જાણતી જ હોઈ જાણવા મળ્યું કે એ ફ્લેટ એમણે જ લીધેલો છે પણ ક્યારેક જ એ અહીંયા આવે છે કારણ કે, એમનું મુખ્ય ઘર અને પરિવાર અન્ય જગ્યાએ  છે અને શનિ – રવિ એ અહીંયા આરામ કરવા ઘરથી દૂર આવે છે વાતો સવાર સુધી ચાલી અને અમે બંને છુટ્ટા પડ્યા આમ અમે મિત્રો બન્યા !! અને મારા પેલા મિત્રનો મારા ગામથી ફોન આવ્યો કે હવે એ ઘરના પ્રશ્નોને લીધે મુંબઇ નહીં આવે અને અહીંયા જ સેટ થશે નોકરી ત્યાં જ મળી ગઈ છે એ રાજીનામું આપી નોકરી છોડી મુંબઈ મૂકી સાવ માટે  ચાલ્યો ગયો અને મારે આ નવી મિત્ર બની અમો મળવા લાગ્યા ફોન માં વાતો થવા લાગી હર અઠવાડિયે મુલાકાત થવા લાગી ૬ મહિના જેવો ગાઢ એક સેમેસ્ટરનો સમય પસાર થઈ ગયો પણ અચાનક !! એક અઠવાડિયે એ જ શનિવારે એ ના આવી ફોન કર્યો તો બંધ આવ્યો અને મેસેજ પણ પહોંચતા ના હતા બીજે દિવસે પણ એ જ હાલત આમ ને આમ ઘણા દિવસ વીતી ગયા પછી તો હું પણ પેલો ફ્લેટ રીનોવેટ થતા ત્યાં રહેવા આવી ગયો રોજ તેના ફ્લેટનું તાળું લટકતું જોવા ત્યાં જતો અને એ જોઈને જાણે દિલ ઉપર તાળું લાગી ગયું હોઈ એવી અનુભૂતિ થઈ આવતી !! આમ ઓચિંતી સબંધ કાપી એ ક્યાં ગઈ હશે?? શુ થયું?? કોઈ મજબૂરી હશે?? કે, હું સામાન્ય માણસ અને એ આવળી મોટી સેલિબ્રિટી એટલે આવું બન્યું હશે?? કે, કાંઈ બીજું હશે?? જો એમ જ હોઈ તો શું કામ એ મિત્ર બને જ !! આવા ઘણા વિચારો આવ્યા પણ આગળ શું થયું એ જાણવા માટે તો મારી લખેલી આ આખી વાર્તાજ વાંચવી પડે હો !!

વાર્તા આગળ ક્રમશ:

આભાર : મોરબીન્યુઝ માટે સાહિત્યની નવી પહેલમાં સહયોગ આપનાર લેખક તુષાર.એન.કુબાવત નો મોરબીન્યુઝ ટીમ આભાર વ્યક્ત કરે છે

                                                                                                        

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat