Billboard ad 1150*250

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી, સંસ્થાએ ગૃહમંત્રીને પત્ર લખ્યો

0 84
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
MorbiNews - મોરબીન્યુઝ
અને Morbinews સાથે સાથે નીચેના પ્લેટફોર્મ પણ ન્યુઝ જોઇ શકશો

        હાલ ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યોગ્ય ના હોય જેથી આ મામલે સંસ્થાએ રાજ્યના ગૃહમંત્રીને પત્ર લખી યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે અને નાગરિકોની સલામતી માટેના આવશ્યક પગલા ભરાય તેવી રજૂઆત કરાઈ છે 

        ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ રાજ્યના ગૃહમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે હાલ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે દરરોજ ક્યાંક ને ક્યાંક દુષ્કર્મના બનાવો બને છે રાજકોટમાં બાળા સાથે દુષ્કર્મનો કિસ્સો ધ્રુણાસ્પદ છે અને આવી ઘટનાઓથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જ ના હોય તેવું લાગી રહ્યું છે

તે ઉપરાંત હત્યા જેવા બનાવો બની રહ્યા છે મોરબી શહેર શાંત અને સંસ્કારી શહેર ગણાતું હતું જ્યાં હવે હત્યાના કિસ્સા સામાન્ય બન્યા છે તેમજ દારૂનો જથ્થો અવારનવાર ઝડપાય છે તો પોલીસ તંત્રની સ્થિતિ પણ સારી નથી પોલીસ સ્ટાફમાં મોટી ઘટ છે તેમજ નેતાઓના બંદોબસ્તમાં પોલીસ રોકાયેલી રહે છે મોરબીમાં સિરામિક ફેકટરીમાં અન્ય રાજ્યોના કામદારો મોટી સંખ્યામાં આવીને વસ્યા છે જે લોકોની ઓળખ, રજીસ્ટ્રેશન માટે કોઈ નિયમ કે વ્યવસ્થા નથી

જેથી સૌપ્રથમ પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવામાં આવે અને નવા ઓફિસરની તાત્કાલિક નિમણુક કરાય જેથી કાયદો અને વ્યવસ્થાની જવાબદારી જેના શિરે છે તે પોલીસ સારી કામગીરી કરી સકે અને વધતી ગુન્હાખોરીને ડામી નાગરિકોને સલામતીનો અહેસાસ કરાવી સકાય. 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat