Billboard ad 1150*250

મોરબીમાં આજે વિધ્નહર્તા ગણપતિ મહારાજનું વિસર્જન, તંત્ર દ્વારા કરાઈ વ્યવસ્થા

0 89
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

ચાર સ્થળેથી મૂર્તિ કલેક્શન કરશે, વિસર્જન સ્થળે ચાપતો બંદોબસ્ત

Post ad 2

        વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણપતિ મહારાજની આરાધનાનું પર્વ એવા ગણપતિ મહોત્સવના સમાપન નિમિતે મોરબીમાં આવતીકાલે ગણેશ વિસર્જન કરાશે ત્યારે ગણેશ વિસર્જન માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને વિસર્જન સ્થળે પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે

        મોરબી નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ ગણેશ વિસર્જન નિમિતે ચાર સ્થળેથી મૂર્તિ કલેક્શન સેન્ટર ઉભા કરાશે જેમાં મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ, શનાળા રોડ પરના સ્કાય મોલ સહિતના ચાર સ્થળે મૂર્તિ કલેક્શન સેન્ટર ઉભા કરશે અને પાલિકા દ્વારા જ મૂર્તિ વિસર્જન સ્થળે પહોંચાડી વિસર્જન કરવામાં આવશે મોરબીમાં આરટીઓ કચેરી નજીકની નદીમાં વિસર્જન કરાશે જે વિસર્જન સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પાલિકા તંત્ર દ્વારા જ મૂર્તિ વિસર્જન કરાશે અને પાલિકાના કર્મચારીઓની ટીમ, ફાયરની ટીમ તૈનાત રહેશે તે ઉપરાંત પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે મૂર્તિ વિસર્જન શાંતિપૂર્ણ રીતે થઇ સકે તે માટે પાલિકા તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સંકલન કરીને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ચીફ ઓફિસર સાગર રાડિયાએ જણાવ્યું હતું

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat