Billboard ad 1150*250

ઇન્ડિયન લાયન્સ કલબ ટંકારા દ્વારા પક્ષીઓના ૨૫૦ પેકેજીંગ માળાઓનું વિતરણ

0 32
Above Post Content

ટંકારા ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા ટંકારા તથા આજુબાજુ વિસ્તારોમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જે અંતર્ગત રામનવમીના પાવન પર્વે પક્ષીઓ માટેના પેકેજીંગના ૨૫૦ માળાનું વિતરણ કરીને આ પર્વની ઉજવણી કરી હતી

          રામનવમીના દિવસે શ્રી લક્ષ્મી નારાયણ મંદિર ખાતે યોજાયેલ શ્રી રામ જન્મોત્સવ પ્રસંગે  ઇન્ડિયન લાયન્સ કલબના પ્રમુખ જયંતિભાઇ બારૈયા, મુનાભાઇ આશર, ગોપાલભાઈ કટારીયા, મનિષભાઇ સહિતના સભ્યો દ્વારા અબોલ પક્ષીઓને કાળઝાળ ગરમીમાં રાહત મળે તે માટે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પ્રસાદીરૂપે ૨૫૦ પેકેજીંગ કીટ જેમાં પાણી માટે સ્ટેન્ડ, ચણ માટેનું સ્ટેન્ડ, ચણ સહીતની બોટલો વિતરણ કરવામાં આવી હતી 

Middle Post Content

કાળઝાળ ગરમીમાં નાના પક્ષીઓને રાહત મળે તે માટે જયંતિ ભાઇ બારૈયા તરફથી કીટનો સદુપયોગ કરીને પક્ષીઓને પાણી તથા ચણ દરરોજ નાખવા અપીલ કરવામાં આવી હતી 

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat