Billboard ad 1150*250

હળવદ પોલીસ પરિવાર દ્વારા જરૂરિયાતમંદને અનાજ કરિયાણાની કીટ વિતરણ

0 70
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

પોલીસ એ પ્રજા નો મિત્ર છે એ સૂત્ર ને હળવદ પોલીસે સાબિત કરી બતાવ્યું છે વિશ્વ આખું કોરોના વાયરસ ની મહામારી થી પીડાઈ રહ્યું છે ત્યારે દેશ માં સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ કપરી પરિસ્થિતિ માં રોજ નું લાવીને રોજ ખાનારા ઝૂંપડપટ્ટીમાં રહેતા દરિદ્ર નારાયણ ની વ્હારે હળવદ પોલીસ પરિવાર આવ્યો હતો અને ઝૂંપડપટ્ટીમાં હેતા લોકો ને જીવનજરૂરિયાત ની અનાજ કરિયાણાની ૧૦૦ કીટ નુ વિતરણ કરાઈ હતી

જેમાં હળવદ જી.આઈ.ડી.સી વિસ્તાર , વિનોબા ગ્રાઉન્ડ , સ્ટેશન રોડ અને હળવદ શહેર માં વિવિધ સ્થળો એ આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તાર માં હળવદ પોલીસ પરિવાર દ્વારા જીવન જરૂરી ચીજ વસ્તુ ની કીટ વિતરણ કરાઈ હતી ત્યારે કાલે શુ ખાસુ ??? એવી ચિંતા કરતા પરિવાર ની ચિંતા હાલ પૂરતી નિવારી છે ત્યારે પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે એ વાત સાબિત થઈ છે અને પોલીસ ની આ સરાહનીય કામગીરી થી હળવદ પોલીસ ની ચોતરફથી વાહ વાહ થઈ રહી છે

આ તકે મોરબી જિલ્લા એસ ડી એમ ગંગાસિગં ,હળવદ પીઆઈ સંદિપ ખાંભલા, પીએસઆઇ પી.જી.પનારા, મોરબી જીલ્લા ડીજીપી વિજયભાઈ જાની તથા હળવદ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા,

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat