Billboard ad 1150*250

મચ્છુ-૨ કેનાલ આર સી સી અન્ડરગ્રાઉન્ડ કરવા જીલ્લા ભાજપ પ્રમુખની રજૂઆત

0 54
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો  https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews 

રાઘવજીભાઇ ગડારાએ દ્વારા સરકારને રજૂઆત કરી  

Post ad 2

મોરબી શહેરમાં રવાપર ચોકડી અને લીલપર રોડ, લીલાપર થી કંડલા બાયપાસ સુધીના આવેલ રોડની બાજુમાં ઍટલે કૅ મોરબી શહેર સિટી એરિયાની વચ્ચે નીકળતી મચ્છુ-૨ મેઇન કેનાલ આર.સી.સી. અંડરગ્રાઉંડ કરવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી છે

મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલને રજૂઆત કરી જણાવ્યું છે કે અગાઉ પણ સરકારને રજૂઆત કરેલ હતી જે રજૂઆતને સરકાર દ્વારા ગ્રાહ્ય રાખવામા આવેલ. આ કેનાલની એક સાઈડ રોડ હાલમાં ચાલુ છે. આ કેનાલ અંડરગ્રાઉંડ કરવાથી બંને સાઈડ રોડ ચાલુ થઈ શકે તેમ છે. આ રોડ અતિ ટ્રાફિકવાળો હોય ઘણી વખત બે-બે કલાકની વાહનોની લાઈનો પણ થતી હોય છે. તો આ ટ્રાફિકની સમસ્યામાંથી પણ શહેરીજનોને મુક્તિ મળે તેમજ આ કેનાલમાં ઘણા યુવાનો અને બાળકો કેનાલના પાણીમાં ડૂબી જઇ મૃત્યુ પામ્યા છે જેથી પણ આ કેનાલ સત્વરે અંડરગ્રાઉંડ થાય તે જરૂરી છે. જેથી આગામી બજેટમાં આ કેનાલને આર.સી.સી. અંડરગ્રાઉંડ કરવા ગ્રાન્ટ મંજૂર કરવા માટે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા દ્વારા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, તથા મોરબી જીલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે

ડેમોમાં તાત્કાલિક પાણી નાખવા કરી માંગ

મોરબી જીલ્લાના ડેમોમાં તાત્કાલિક પાણી નાખવા માટે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ સરકારને રજૂઆત કરી છે મોરબી જીલ્લાના ટંકારા તાલુકાનાં બંગાવડી ડેમ તથા ડેમી-2 અને હળવદ તાલુકાનાં ઘોડાધ્રોઈ ડેમને સાંકળતા ગામોના ખેડૂતોને ચોમાસુ પાક ઉગાડવા માટે પાણીની જરુરીયાત હોય ઉપરોક્ત ત્રણેય ડેમોમાં તાત્કાલિક પાણી નાખવા માટે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા દ્વારા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, મોરબી જીલ્લા પ્રભારીમંત્રી સૌરભભાઈ પટેલ તથા સાંસદ મોહનભાઇ કુંડારિયાને રજૂઆત કરવામાં આવી છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat