હળવદ ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો ઈ-લોન્ચીંગ સમારોહ હળવદ તાલુકા પંચાયત ખાતે યોજાયો

મહિલાઓને સ્વરોજગારી આપવા સાથે આત્મનિર્ભર બનાવવા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનું તા. ૧૭-૯-૨૦૨૦ નાં ગુરૂવાર બપોરે ૩-૦૦ કલાકે મુખ્યમંત્રી દ્વારા ઈ-લોન્ચીંગ હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે કરવામાં આવ્યુ,

મોરબી જિલ્લામાં ઈ-લોન્ચીંગ સમારોહ હળવદ તાલુકા પંચાયત ખાતે યોજાયો હતો આં ઈ-લોન્ચીંગ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ, ધારાસભ્ય, નિયામક ડી. ડી. જાડેજા, હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, પાલિકાના પ્રમુખ રમેશભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ, ચીફ ઓફિસર સાગર રાડીયા, તેમજ અન્ય અધિકારીઓ પદાધિકારીઓ અને મહીલાઓ ઉપસ્થિત રહી હતી

Comments
Loading...
WhatsApp chat