Billboard ad 1150*250

આનંદો ! મોરબી શહેરમાં નવી મામલતદાર કચેરીને રાજ્ય સરકારની મંજુરી

0 55
Above Post Content

ધારાસભ્ય બ્રિજેશ મેરજાની મહેનત રંગ લાવી

        રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં વધારો થઇ રહ્યો હોય જેથી વહીવટી પ્રક્રિયા સરળ બને તેવા હેતુથી એક લાખથી વધુની વસ્તી ધરાવતી નગરપાલિકા વિસ્તારોમાં હાલની મામલતદાર કચેરીનું વિભાજન કરીને મામલતદાર (શહેર) ની નવી કચેરીઓ બનાવવામાં આવશે જેમાં મોરબી શહેરમાં પણ નવી મામલતદાર કચેરી બનશે

મોરબી જિલ્લો બન્યા બાદ પણ મોરબી શહેર માટે અલગ મામલતદાર કચેરી અસ્તિત્વમાં ન હોવાથી અરજદારોને નાના મોટા કામો માટે ધક્કા ખાવાનો વારો આવતો હતો જોકે તાજેતરમાં ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા રાજ્યમાં કુલ ૧૮ નગરપાલિકા માં નવી મામલતદાર (શહેર) કચેરી શરુ કરવાનું નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં મોરબીને પણ નવી મામલતદાર કચેરી મળશે 

Middle Post Content

        રાજ્યના વિવિધ જીલ્લામાં કુલ ૧૮ નવી મામલતદાર કચેરી શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં દરેક મામલતદાર કચેરીમાં એક મામલતદાર, ત્રણ નાયબ મામલતદાર, એક સર્કલ, કારકુન અને પટ્ટાવાળા સહિતનું મહેકમ પણ મંજુર કરી લેવાયું છે. જેથી મોરબીના નાગરિકોના કામો હવે ઝડપી બનશે અને વિવિધ યોજનાનો નાગરિકોને લાભ મળી રહેશે

ધારાસભ્યની મહેનત રંગ લાવી

        મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ મોરબી શહેર માટે અલગ મામલતદાર કચેરીની રજૂઆત કરી હતી ત્રણ માસ પૂર્વે તાલુકાના ગ્રામ્ય પંથક અને શહેરી વિસ્તારના નાગરિકોના હિત માટે અલગ કચેરીની આવશ્યકતા અંગે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી અને આખરે મોરબીને નવી મામલતદાર કચેરી મળી છે ત્યારે ધારાસભ્યની મહેનત રંગ લાવી છે અને લોકોની હાલાકી ઓછી થશે જેથી ધારાસભ્યએ ખુશી વ્યક્ત કરી છે  

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat