Billboard ad 1150*250

શ્રી વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ મોરબીનું પર્યાવરણ સુધારણા અભિયાન

0 59
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        માતા ભૂમિ: પુત્રોહમ પૃથિવ્યા: પ્રકૃતિમાતાનું શોષણ નહીં પોષણ અને ઉપયોગની નીતિ જ વિકાસનો આધાર છે. ત્યાગની પુનિત પરંપરા સમજો કે લુપ્ત જ થઈ ગઈ છે. પ્રદૂષણ તેમજ પ્રાકૃતિક અસંતુલનથી મનુષ્યજાતિ ભયભીત છે જગત આજે જ્વાલામુખીની ટોચ પર ઊભું છે આ સંકટના નિવારણ માટે તથા પ્રકૃતિના રક્ષણ માટે અને જનસમુદાયમાં જાગૃતિ લાવવા માટે ગાયત્રી પરિવાર મોરબી હરહમેંશ વૃક્ષારોપણ જેવા અનેક સામાજિક સુધારણાનાં પુનિત કાર્ય કરતાં રહેલ છે.

આ વર્ષે આ કાર્યને વધુ વેગ આપવા માટે ગામડામાં દરેક ઘરે ફળાઉ ઝાડના રોપા પૂરા પાડી ઉછેર માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત ગામદીઠ આશરે રૂપિયા ચાલીશથી સાંઈઠ હજાર જેવો ખર્ચ થાય છે. આ કાર્યમાં મોરબીનાં પર્યાવરણ પ્રેમી અને આર્થિક સહયોગ કરી શકે તેવા લોકો / સંસ્થાને અનુકૂળતા મુજબ ગામડા દત્તક લઈને ભાગીદારી નોંધાવવા અને એ રીતે પર્યાવરણ સુધારણાનાં આ કાર્યમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવે છે.વધુ વિગતો માટે ગાયત્રી પરિવાર મણીભાઈ ગડારા 9428277391 અને વી.ડી.પડસુમ્બીયા 997928587 નો સંપર્ક કરવા જણાવ્યું છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat