Billboard ad 1150*250

Exclusive : મુસ્લિમ રાષ્ટ્ર ઇન્ડોનેશિયાની એકમાત્ર ચલણી નોટમાં ગણેશ ભગવાનની તસ્વીર !

0 150
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        હાલ ગણેશ ચતુર્થી પર્વ ચાલી રહ્યું છે અને સૌ કોઈ વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણપતિ મહારાજની પૂજા અને ભક્તિમાં તલ્લીન બન્યું છે ત્યારે બહુ ઓછા લોકોને આ વાતનો ખ્યાલ હશે કે આજથી ૨૦ વર્ષ પહેલા ઈન્ડોનેશીયા દ્વારા તેની ચલણી નોટમાં ભગવાન ગણેશનો ફોટો મુક્યો હતો અને તે દુનિયાની એકમાત્ર ચલણી નોટ છે જેના પર ભગવાન ગણેશ બિરાજમાન છે

        મુસ્લિમ રાષ્ટ્ર ઇન્ડોનેશિયા દ્વારા વર્ષ ૧૯૯૮-૯૯ ના વર્ષમાં ૨૦,૦૦૦ રૂપિયાહની ચલણી નોટ બહાર પાડવામાં આવી હતી જે ચલણી નોટ પર ભગવાન ગણેશનો ફોટો મુકવામાં આવ્યો છે ગ્રીન કલરની ૨૦ હજાર રૂપિયાહની ચલણી નોટમાં ભગવાન ગણેશનો ફોટો છે અને આ દુનિયાની એકમાત્ર ચલણી નોટ છે જેના પર ગણેશ ભગવાનનો ફોટો હોય વળી ભગવાન ગણેશના ફોટો વાળી નોટ બહાર પાડનાર પણ હિંદુ રાષ્ટ્ર નહિ પરંતુ મુસ્લિમ રાષ્ટ્ર છે એ પણ મહત્વનું છે મોરબીના એડવોકેટ મીતેશભાઇ દવે વિવિધ દેશોની ચલણી નોટો અને સિક્કાનો સંગ્રહ કરવાનો શોખ ધરાવે છે જેની પાસે ૨૦ વર્ષ પહેલા ઇન્ડોનેશિયાએ બહાર પાડેલ ભગવાન ગણેશના ફોટો વાળી ૨૦,૦૦૦ રૂપીયાહની આ ચલણી નોટ સંગ્રહમાં છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat