Billboard ad 1150*250

મોરબીની એમ પી પટેલ બી એડ એન્ડ સાયન્સ કોલેજમાં પુસ્તકોનું પ્રદર્શન

0 129
Post ad 1

        આજના ટીવી અને સ્માર્ટફોનના સમયમાં યુવાનો વાંચન તરફથી દુર થઇ રહયા છે પુસ્તકોને બદલે મોબાઈલ અને ટેબ્લેટ હાથમાં જોવા મળતા હોય છે ત્યારે મોરબીના જોધપર નજીક આવેલ એમ પી પટેલ બી એડ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા પુસ્તક પ્રદર્શન યોજી યુવાનોને વાંચન તરફ વાળવાનો આવકારદાયક પ્રયાસ કરવામાં આવ્યો છે

        મોરબીના જોધપર સ્થિત શ્રી એમ પી પટેલ બી એડ એન્ડ સાયન્સ કોલજ દ્વારા વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓ પુસ્તક વાંચો હેતુથી લાઈબ્રેરી ખાતે ૧૫૦૦ થી ૧૭૦૦ જેટલા પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જે પ્રદર્શન એમ પી પટેલ બીએડ એન્ડ સાયન્સ કોલેજ તેમજ સંસ્થા સંલગ્ન શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ પણ લાભ લીધો હતો વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ પુસ્તકો ઉપરાંત કારકિર્દીલક્ષી, ધાર્મિક, કોમિક, નવલકથાઓ સહિતના પુસ્તકોનું પ્રદર્શન યોજાયું હતું વિદ્યાર્થીઓ વાંચન તરફ વળે તેવા શુભ હેતુથી પુસ્તક પ્રદર્શન યોજાયું હતું  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat