માળીયાના સાત ગામના ખેડૂતોને ગત વર્ષનો પાકવીમો હજુ મળ્યો નથી

ગત વર્ષે અતિવૃષ્ટિએ અને ચાલુ વર્ષે ઓછા વરસાદથી ખેડૂતો પાયમાલ

0 89
Above Post Content

ચાલુ વર્ષે રાજ્યના અનેક વિસ્તારોમાં અપૂરતો કે નહિવત વરસાદ થયો છે ત્યારે દુષ્કાળ જેવી સ્થિતિ સામે ખેડૂતો ઝઝૂમી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાના મલૈયા તાલુકાના ખેડૂતો ડબલ માર સહન કરી રહયા છે ગત વર્ષે અતિવૃષ્ટિના પાકવિમાં નથી મળ્યા તો કેનાલ હોવા છતાં પાણી નહિ મળતા ચાલુ વર્ષે કપાસ, મગફળી જેવા પાકો નિષ્ફળ જવાને આરે ઉભા છે વીમા કંપનીની મનમાની સામે ખેડૂતોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે

માળીયા તાલુકામાં ગત વર્ષે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ હતી જેથી માળીયા ઉપરાંત આસપાસના છેવાડાના ગામો જેવા કે વાઘરવા, વીરવદરકા, હરીપર, કાજરડા, ખીરઈ સહિતના ગામોમાં ઉભા પાકો બળી ગયા હતા અને તંત્ર દ્વારા નુકશાનીનો સર્વે કરવામાં આવ્યો હતો જોકે પાકવીમો હજુ મળ્યો નથી તો ચાલુ વર્ષે નહિવત વરસાદથી ખેડૂતોના કપાસ, મગફળી સહિતના પાકો નિષ્ફળ જવાને આરે ઉભા છે આ વિસ્તારના 20 હજાર વીઘા જમીનમાં પાક નિષ્ફળ જવાની આરે હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે તો કેનાલ બની ગઈ હોવા છતાં પાણી નહિ મળતા અને વરસાદ ખેંચાતા વાવેતર નિષ્ફળ જવાની સ્થિતિ જોવા મળી રહી છે

Middle Post Content

ખેડૂત અગ્રણી દીપકભાઈ ગઢવી જણાવી રહયા છે કે કેનાલ બની ગઈ તેને વર્ષો વીતી ગયા છે પરંતુ પાણી મળતું નથી ગત વર્ષે અતિવૃષ્ટિમાં લીલો દુષ્કાળ અને ચાલુ વર્ષે ઓછા વરસાદથી સૂકા દુષ્કાળની સ્થિતિ ઉદભવી છે ખેડૂતો પ્રીમિયમ ભરે છે તો પાકવીમો કેમ નથી મળતો વળી ખેડૂતોએ કેનાલ બનાવવા માટે 2-2 વીઘા જમીન આપી હતી પણ કેનાલનું પાણી મળતું નથી જેથી કા ખેડૂતોને કેનાલનું પાણી આપો અથવા જમીન પરત આપો તેવી માંગ કરી રહ્યાં છે તેમજ ખેડૂતોને પાકવીમો મળ્યો નથી જેથી વીમા કંપનીની મનમાનીથી પણ નારાજગી જોવા મળી રહી છે

આમ ગત વર્ષે વધારે વરસાદે ખેડૂતોને રડાવ્યા હતા તો ચાલુ વર્ષે ઓછા વરસાદે ખેડૂતોને નુકશાનીમાં નાખ્યા છે ખેડૂતો પાકવિમાં મુદ્દે રાજ્ય સરકારના કૃષિ મંત્રી સુધી રજુઆત કરી છે તો વીમા કંપનીઓની સરકાર સાથે મીલીભગત હોવાના ગંભીર આક્ષેપ ખેડૂતોને કરીને ગત વર્ષનો પાકવીમો, અને સિંચાઈનું પાણી આપવાની માંગ કરી રહ્યાં છે અને ખેડૂતોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કરીને ખેડૂતોનું રુદન સરકાર સાંભળે તેવી આજીજી કરી હતી

Inside Post Content
Comments
Loading...
Share This