નવયુગ કેરિયર એકેડમીમાં ફેશન ડીઝાઈનીંગ સેમીનાર યોજાયો, VIDEO

ઓદ્યોગિક નગરી મોરબી હવે શિક્ષણ ક્ષેત્રે, રમત ગમત ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે તે ઉપરાંત હવે નાના એવા મોરબી નગરના યુવાનો ફેશન ડીઝાઇનીંગ જેવા ક્ષેત્રમાં પણ રસ ધરાવતા થયા છે જેને પ્રોત્સાહન આપવા અને ફેશન ડીઝાઇન ક્ષેત્રમાં કરિયર બનાવવા ઇચ્છતા યુવક યુવતીઓને પ્રેરણા અને માર્ગદર્શન આપવા માટે ફ્રી કરિયર સેમીનાર યોજાયો હતો

મોરબીની નવયુગ કરિયર એકેડમીના સહયોગથી આયોજિત સેમીનારમાં INIFD નામની ફેશન ડીઝાઈનીંગ સંસ્થાના કૌશિક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ સહિતના મહાનગરોમાં ફેશન ડીઝાઈનીંગ એકેડમીનું સંચાલન કરનાર કૌશિક પટેલે સેમીનારમાં યુવાનોને ફેશન ડીઝાઈનીંગ ક્ષેત્રમાં કેવા સ્કોપ રહેલા છે ફેશન ડીઝાઇનર કોર્ષનો અભ્યાસ કરીને કારકિર્દી બનાવવા સહિતની જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

Comments
Loading...
WhatsApp chat