મોરબીના બેલા ગામે ચણા સળગાવવા મામલે મારામારી, સામસામી ફરિયાદ

મોરબી તાલુકાના બેલા(આમરણ) ગામે ખેતર વાવવા બાબતે બોલાચાલી થયા બાદ એક શખ્સ દ્વારા ચણા સળગાવી નાખ્યા હોય અને કાર તથા બાઈકમાં નુકશાન કયું હોય જે મામલે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાય હતી બાદમાં ફરી તે જ બાબતે મારામારી થઇ હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોધાઇ છે

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા ગામે નવી સોસાયટીમાં રહેતા મગનભાઈ દેસુરભાઈ ખુંગલા (ઉ.૪૫) એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી વાસુરભાઈ દેસુરભાઈ જીલરીયા, હમીરભાઈ દેસુરભાઈ જીલરીયા, અલ્પેશભાઈ ઇન્દુભાઇ, રાહુલભાઈ ઇન્દુભાઇ, ડાયાભાઇ માયાભાઈ અને મુળુભાઈ માયાભાઈએ ગેરકાયદેસર મંડળી રચી હથિયારો ધારણ કરી ફરિયાદી મગનભાઈ ખુંગલાનાભાઈ રાજુભાઈએ માયાભાઈના ખેતરમાં ચણા સળગાવેલ હોય જેનો ખાર રાખી આરોપી વાસુરભાઈ જીલરીયાએ લોખંડનો પાઈપ,આરોપી હમીરભાઈ જીલરીયા-રાહુલભાઈ અને ડાયાભાઇએ લાકડાના ધોકા થતા આરોપી અલ્પેશભાઈએ ધારિયા જેવા હથિયારો વડે ફરિયાદી મગનભાઈને ડાબા હાથમાં આરોપી અલ્પેશભાઈએ ધારીયું મારી ફેકચર જેવી ઈજા કરી આરોપી રાહુલભાઈએ જમણા હાથમાં ધોકો મારી તથા આરોપી ડાયાભાઇએ વાસામાં ધોકો મારી તથા આરોપી વાસુરભાઈએ પાઈપ વડે સાથળમાં ઈજા કરી તથા ફરિયાદીના ભાઈ લાખાભાઈને તથા લાખાભાઈનો દીકરો કિશનને આરોપીઓએ માર મારી શરીરે ઈજા કરી તથા ગાળો આપી હોવાની ફરિયાદ નોધાઇ છે

તો સામાપક્ષે વાસુરભાઈ દેસુરભાઈ જીલરીયા (ઉ.૫૦) એ ફરિયાદ નોંધાવી છે કે તેના બનેવી માયાભાઈએ આરોપીઓનાભાઈ વિરુદ્ધ ફરિયાદી વાસુરભાઈ જીલરીયાના બનેવી માયાભાઈના ખેતરમાં ચણા સળગાવી નાખેલ તે બબાતે ફરિયાદ કરેલ હોય જે બાબતનો ખાર રાખી ફરિયાદ વાસુરભાઈના ભત્રીજા અલ્પેશભાઈ સાથે ગાળાગાળી કરી ઝગડો કરતા ફરિયાદી વાસુરભાઈ છોડવા જતા આરોપી મગનભાઈ માણસુરભાઈ ખુંગલાએ મારી નાખવાના ઈરાદે માથામાં ધોકાનો ઘા મારી માથામાં હેમરેજ જેવી જીવલેણ ઈજા કરી આરોપી લાખાભાઈ માણસુરભાઈ ખુંગલાએ ગુન્હામાં મદદગારી કરી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોધાઇ છે તો મોરબી તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat