કોરોના સામેના જંગમાં આર્થિક સહાય : મોરબી ભાજપ અગ્રણી-સંસ્થાએ ૧.૫૦ લાખની આર્થિક મદદ કરી

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        કોરોના મહામારીને હરાવવા અને કોરોના સામેનો જંગ જીતવા નાગરિકો અને સંસ્થાઓ આર્થિક સહયોગ આપી રહી છે જેમાં મોરબી જીલ્લાના ભાજપ અગ્રણી તેમજ સંસ્થા દ્વારા ૧.૫૦ લાખની આર્થિક મદદ કરવામાં આવી છે

        કોરોના સામેના જંગમાં નાગરિકો અને સંસ્થાઓ સહયોગ આપે તેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને પગલે મોરબીમાંથી સહાયનો ધોધ વરસી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ કે એસ અમૃતિયાએ પીએમ કેર ફંડમાં રૂ ૧.૨૫ લાખનું અનુદાન આપેલ છે તે ઉપરાંત ભારત માતાને પરમ વૈભવના શિખર પર પહોંચાડવાના લક્ષ્ય અને વિચારધારા ધરાવતી સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા ભારતી સંસ્થાએ પણ ૨૫ હજારનું અનુદાન આપેલ છે  

Comments
Loading...
WhatsApp chat