
ગુજરાત ગૌરવ દિન નિમિતે યોજાયેલ સ્પર્ધામાં ગ્રીનવેલી સ્કૂલની વિદ્યાર્થીની પ્રથમ ક્રમે વિજેતા
ગુજરાત ગૌરવ દિન નિમિત્તે યોજાયેલ પ્રાથમિક વિભાગની નિબંધ સ્પર્ધામાં ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીનીએ પ્રથમ નંબર મેળવ્યો હતો
રાજ્ય સરકાર દ્વારા બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિને વિકસાવવા અને તેને પ્રોત્સાહિત કરવા “કોરોના વોરિયર્સ” વિષય પર નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન થયેલ. જે સ્પર્ધામાં મોરબીની ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ધોરણ 6 માં અભ્યાસ કરતી વિધાર્થીની હિર વિનોદભાઈ ધમસાણીયાએ સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી અને 15000/- નો ચેક જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટની કચેરી ખાતેથી પ્રાપ્ત કરેલ છે… જે બદલ શાળાના ડાયરેક્ટર ધર્મેન્દ્ર ખાંડીવાર, શાળાના આચાર્ય અને સ્ટાફગણ શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવે છે.






