હળવદમાં સૌપ્રથમવાર પોલીસ પરિવાર દ્વારા નવરાત્રિ મહોત્સવનુ જાજરમાન આયોજન

સાથિયા એ પુરાવો દ્વારે, દિવડા પ્રગટાવો રાજ, નવલા નોરતાનો આજ થી પ્રારંભ

0 92
Above Post Content

(અહેવાલ : મયુર રાવલ હળવદ)

આધુનિકતાના માહોલમાં પણ હળવદ પંથકમાં માં પ્રાચીન ગરબી મંડળોનો દબદબો યથાવત : અર્વાચીનતાથી જોજનોદુર પ્રાચીન ગરબીમાં હજુ પણ ગરબા-દુહાઓ થકી થાય છે માં જગદંબાની આરાધના માતાજી ના નાટકો વગેરે..

હળવદ પંથકમાં સાથિયા પુરાવો દ્વારે… દિવડા પ્રગટાવો રાજ… આજ મારા આંગણે પધારશે માં પાવાવાળી… આજ થી નવલા નોરતાનો પ્રારંભ થયો , નવરાત્રીમાં માઁ શક્તિની આરાધના અને માં નવદુર્ગાના ગુણગાન ગાવાને બદલે અર્વાચીન દાંડિયાના દુષણ ફુલ્યા ફાલ્યા છે પણ આમ છતાં હળવદ શહેર ગામ્ય પંથકમાં દરેક શેરી મહોલ્લામાં આદ્યશક્તિમાની ભક્તિ કરવાનો અનોખો ઉમંગ જોવા મળી રહ્યો છે નવરાત્રી ગરબી ચોક શણગાર સજી સજ્જ થયા છે અને શક્તિ સ્વરૂપ બાળાઓ પણ પોતાના રાસગરબાની પ્રેક્ટિસ કરી નિપુણ બની આજથી નવ દિવસ માઁ આરાસુરીની આરાધના કરશે.

Middle Post Content

છેલ્લા દાયકાઓમાં અર્વાચીન રસોત્સવના વધતા પ્રભાવ વચ્ચે પણ હળવદ પંથકમાં શહેર માં નાની-મોટી સોસાયટીઓમાં ઠેર-ઠેર પ્રાચીન ગરબીઓના આયોજનો થઈ રહ્યા છે જો કે પ્રાચીન ગરબી મંડળોમાં પણ લાઈટ અને સાઉન્ડ સિસ્ટમમાં થોડી આધુનિકતા આવી છે તેં છતાં માતાજીના ગરબા, છન્દ અને પૂજન અર્ચન હજુ પણ પૌરાણિક પદ્ધતિથી જ થઈ રહ્યા છે.વેગડવા માં છેલ્લાં 25વષૅ થી હરસિધ્ધી માતાજી નુ નાટક ભજવાય છે આ વખતે સૌપ્રથમવાર હળવદ પોલીસ પરિવાર દ્વારા ભવ્ય નવરાત્રિ મહોત્સવ નુ જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પીઆઈ એમ, આર, સોલંકી તેમજ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે પોલીસ લાઈન ખાતે જાજરમાન આયોજન કરવામાં આવ્યું આવ્યુ છે,
જાનીફળી, ઉમિયાપાકૅ, આનંદપાકૅ, દરબાર નાકે, રાવલફળી, જયદ્રારાકાધીશ ગરબી મંડળ, મહાકાળી આશ્રમ, વેગડવા, સહિતના વિસ્તારમાં પ્રાચીન ગરબીના સુંદર આયોજન થઈ રહ્યા છે.

નવરાત્રીનો પાવન પર્વ શરૂ થઇ રહ્યો છે ત્યારે મોટા ભાગના ગરબી મંડળો દ્વારા તૈયારી આપી માઁ શક્તિની ભક્તિ માટે સુંદર મજાની વ્યવસ્થા ગોઠવી નવરાત્રી મહોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવા ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.

કોઈપણ જાતના ઠાઠ માઠ કે ભપકા વગર થતા પ્રાચીન ગરબીઓના આયોજનોમાં ખરા અર્થમાં માં શક્તિની ભક્તિ થઈ રહી છે અને પ્રાચીન સંસ્કૃતિને આવા ગરબી મંડળો દ્વારા જ સાચવવામાં આવી રહી હોવાનું જણાઈ રહ્યું છે.
સમગ્ર પંથકમાં શકિતની ઉપાસના માટે લોકો માં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat