મોરબીમાં સમૂહલગ્નમાં ચાર સહીત પાંચ બાળલગ્નો અટકાવાયા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        ઓદ્યોગિક રીતે વિકસિત મોરબી જીલ્લામાં હજુ બાળ લગ્નનું દુષણ વ્યાપક જોવા મળી રહ્યું છે ત્યારે તાજેતરમાં સમૂહલગ્ન અને અન્ય સ્થળે યોજાનાર પાંચ બાળ લગ્નો અટકાવવામાં આવ્યા છે

મોરબી જીલ્લામાં વિવિધ વિસ્તારમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં એક સમુલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં બાળલગ્ન અંગે મળેલ ફરિયાદનાં આધારે બાળ લગ્ન પ્રતિબંધક ટીમ અને સમાજ સુરક્ષા સહિતની ટીમોએ કરેલી તપાસમાં ૧ દીકરી તથા 3 દીકરાઓની ઉંમર પુખ્ત ના હોય જેથી દસ્તાવેજની ખરાઈ કરતા માલુમ પડેલ કે તેઓની ઉંમર કાનૂની માર્યાદા કરતા ઓછી હોય. જેથી તે બાળલગ્ન હોવાથી મોરબી સમાજ સુરક્ષા અધિકારી દ્રારા અટકાવેલ તેમજ મોરબી સીટીમાં અન્ય વિસ્તારમાં ૧ બાળ લગ્ન થતા હોય આવી ફરિયાદ મળેલ જે તપાસ કરતા અને ઉંમરનાં દસ્તાવેજ ખરાઈ કરતા દીકરાની ઉંમર પુખ્ત ન હોય જેની લગ્ન અટકાવવામાં આવ્યા હતા 

બાળ લગ્નો અટકાવવાની કામગીરીમાં જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનિલા એફ. પીપલીયા, પ્રોબેશન ઓફિસર એસ.વી.રાઠોડ, બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ શેરશીયા, રંજનબેન મકવાણા, તેમજ મોરબી પોલીસની ટીમ જોડાઈ હતી 

Comments
Loading...
WhatsApp chat