Billboard ad 1150*250

મોરબી સહિત પાંચ જિલ્લામાંથી હદપારી કરેલ શખ્સ ઝડપાયો

0 55
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબી સહિત પાંચ જિલ્લામાંથી હદપાર કરેલ શખ્સને મોરબી નજીકથી મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ઇન્ચાર્જ પોલીસ વડા બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી પી.આઈ. એસ.એન.સાટીની સુચનાથી એસ.ઓ.જી ટીમ મોરબી ટાઉનમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન એસ.ઓ.જી. ટીમના ઈશ્વરભાઈ કલોતરા અને  ભરતભાઈ જીલરીયાને મળેલ બાતમીના આધારે મોરબી, રાજકોટ, જામનગર, કચ્છ-ભુજ એમ કુલ પાંચ જીલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરેલ ઇસમ હિતેષ કાનજીભાઈ પાટડીયા રહે-લાયન્સનગર, શિવા આરાધના સોસાયટી હાલ રહે-રૈયા રોડ, બાપા સીતારામ ચોક રાજકોટ વાળાને મોરબી નવલખી ફાટક નજીકથી ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી એસ.ઓ.જી ટીમની આ કામગીરીમાં પી.આઈ. એસ.એન.સાટી, કિશોરભાઈ મકવાણા, ઈશ્વરભાઈ કલોતરા, ભરતભાઈ જીલરિયા, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા અને ભરતસિંહ ડાભીએ કરેલ છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat